________________
૬૨૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ કરવામાં આવશે તો પ્રકૃતિ વગેરેમાં પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ તો ઊભી જ રહે છે, જે તમારા પક્ષે દોષ રૂપ જ છે.
આ પ્રમાણે અધિકારસૂત્રથી જો પ્રત્યયસંજ્ઞા કરવામાં આવશે તો પ્રકૃતિ, ઉપાધિ, ઉપપદ વગેરેમાં પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ ઉત્તરપક્ષને આવે છે. અહીં ઉપાધિ શબ્દનું સ્વરૂપ શું છે ? તથા ઉપાધિ અને વિશેષણમાં કોઈ તફાવત છે કે કેમ ? એના સંબંધમાં પ્રાસંગિક ચર્ચા કરી છે.
તુલ્યન્યાયથી ઉપાધિ શબ્દથી અહીં વિશેષણ કહેવાય છે. તુલ્યન્યાય એટલે શું ? પ્રત્યયનાં નિમિત્તથી જેમ ઉપાધિ થાય છે, તેમ પ્રત્યયના નિમિત્તપણાંથી વિશેષણ પણ થાય છે. આ પ્રમાણે ઉપાધિ અને વિશેષણમાં પ્રત્યયનાં નિમિત્તપણાંની તુલ્યતાથી બંનેમાં સમાનપણું છે. આથી જ આચાર્ય ભગવંતે લખ્યું છે કે, ઉપાધિ શબ્દથી અહીં વિશેષણ કહેવાય છે. ક્યાંક ઉપાધિ અને વિશેષણમાં ભેદથી પણ વ્યવહાર દેખાય છે.
ઉપાધિ અને વિશેષણમાં ભેદ કોના આધારે જણાય છે ? એના સંબંધમાં એક ન્યાય જણાવે છે - ‘ઉપાધિની ઉપાધિ થતી નથી અથવા તો વિશેષણનું વિશેષણ થતું નથી,’ આ પ્રમાણે ન્યાય હોવાથી જ જણાય છે કે, ઉપાધિ અને વિશેષણ બંને ભિન્ન છે. જો ઉપાધિ અને વિશેષણ બંને એક જ હોત તો ક્યાંતો ‘ઉપાધિની ઉપાધિ થતી નથી' એવો જ ન્યાય હોત અથવા તો ‘વિશેષણનું વિશેષણ થતું નથી' એવો જ ન્યાય હોત, પરંતુ બંને ન્યાય પૃથક્ હોવાથી જણાય છે કે બંનેમાં ભેદ છે.
હવે એ બંનેમાં જે ભેદ છે તે એક શ્લોક દ્વારા જણાવે છે.
જે અર્થ વિશેષ છે તે ઉપાધિ કહેવાય છે. જેમ કે અર્થવિશેષ તરીકે “પશુ” શબ્દ આવશે તે ઉપાધિ સ્વરૂપે થશે. ‘“તવન્તવાન્યઃ”નો અર્થ આ પ્રમાણે થાય છે - પ્રત્યયાન્ત શબ્દથી વાચ્ય એવો સમાન શબ્દ જે છે તે ઉપાધિ છે. દા.ત. વૃતિ-નાથાત્ પશાવિ: (૫/૧/૯૭) સૂત્રમાં “” પ્રત્યયાન્તથી વાચ્ય “વૃતિ:િ” અથવા તો નાથહરિ: શબ્દ છે અને આ શબ્દની સાથે સમાન એવો શબ્દ “પશુ’” છે તથા જે અર્થવિશેષ સ્વરૂપ પણ છે. આથી આ ‘“પશુ’” શબ્દ ઉપાધિ છે. આ ‘“પશુ” શબ્દ તરીકે ક્યાંતો કૂતરાં આવે અથવા ગાય આવે. આમ, “પશુ” શબ્દ એ ઉપાધિ સ્વરૂપે છે.
જે ઉપાધિ સ્વરૂપ નથી તે અનુપાધિ સ્વરૂપ કહેવાય છે. આથી ઉપાધિથી ભિન્ન અનુપાધિ સ્વરૂપ થાય છે, જેને વિશેષણ સ્વરૂપ કહેવાય છે. અહીં વિશેષણના ઉદાહરણ તરીકે “નિયા શ્લાધતે' ઉદાહરણ આપવામાં આવ્યું છે. જે પ્રત્યયાન્ત શબ્દથી વાચ્ય ન હોય તે વિશેષણ કહેવાય છે. અહીં “f” શબ્દને તદ્ધિતનો “અ" પ્રત્યય લાગ્યો છે. આથી ચર્મ શબ્દ બનશે.