________________
સૂ૦ ૧-૧-૩૮
૬૧૪
=
જ્યારે તે શબ્દવડે કોઈ સંજ્ઞા કરવામાં આવી ન હોય. વ્યાકરણમાં પંચમી શબ્દ દ્વારા સંજ્ઞા કરાઈ હોવાથી સંજ્ઞા દ્વારા પંચમીનો જે અર્થ થઈ શકતો હશે તે જ અર્થ આવી શકશે. “સ્વૌનસ્...” (૧/૧/૧૮) સૂત્રથી ત્તિ – ભ્યામ્ – મ્યક્ પ્રત્યયની પંચમીસંજ્ઞા થઈ છે. આથી પંચમીથી સિ – મ્યામ્ – મ્યક્ પ્રત્યય જ લઈ શકાશે. આખા વ્યાકરણમાં એકલા પ્રત્યયોથી વિધાન કરાયેલ કોઈ વસ્તુ છે નહીં. આથી પ્રત્યયઃ પ્રત્યારે: (૭/૪/૧૧૫) પરિભાષાસૂત્ર આ અંગે સમાધાન આપે છે. પ્રત્યય હંમેશા પ્રકૃતિની સાથે અવિનાભાવ-સંબંધથી સાથે જ રહે છે. અર્થાત્ પ્રકૃતિ અને પ્રત્યય બંને સાથે મળીને અર્થને કહે છે. કોઈક કવિએ તો ત્યાં સુધી કહ્યું છે કે, પ્રત્યય અને પ્રકૃતિનો સંબંધ કૃષ્ણ અને ગોપીઓના સંબંધ જેવો છે. આથી પ્રત્યયવડે પ્રકૃતિ ખેંચાય છે અર્થાત્ પ્રત્યય પ્રકૃતિને ખેંચે છે. આ પ્રમાણે પંચમીથી પ્રત્યય સહિત પ્રકૃતિ આવશે. આથી પ્રત્યય સહિત પ્રકૃતિ આવે છે. પંચમીનો અર્થ બૃહદ્વૃત્તિટીકામાં પંચમી અર્થ કર્યો છે. આમ, પંચમી શબ્દનો ‘પંચમી અર્થથી’ એવો અર્થ કર્યો છે. આ પ્રમાણે પંચમી શબ્દથી પંચમી અર્થથી વિધિ પ્રાપ્ત થશે એવો અર્થ પ્રાપ્ત થઈ શકશે. આમ, પંચમી અર્થથી જે જે કહેવાયું હશે તે બધાની પ્રત્યયસંજ્ઞા આ સૂત્રથી પ્રાપ્ત થશે. અહીં પંચમી શબ્દનો પંચમી અર્થ સ્વરૂપ અર્થ કરવાથી પંચમી અર્થમાં જે જે વિભક્તિઓ વિધાન કરાઈ હશે તે બધી જ વિભક્તિઓ લઈ શકાશે. માટે જ ક્યાંક મનાવે: (૨૪/૧૬) વગેરે સૂત્રોમાં ષષ્ઠી વિભક્તિ પંચમી અર્થમાં જ કહેવાયેલી હોવાથી ષષ્ઠીથી વિહિત એવો ‘‘આપ્’” પ્રત્યય પણ પંચમીથી વિહિત જ ગણાશે તેથી તે “સ”ની પણ પ્રત્યયસંજ્ઞા આ સૂત્રથી થઈ શકશે. અહીં ષષ્ઠી વિભક્તિના નિર્દેશમાં પણ પંચમી અર્થનો અવિરોધ હોવાથી ‘“આપ્’માં પ્રત્યયપણાંનો વિરોધ આવતો નથી.
11
( श०न्या० ) स च वर्णस्तत्समुदायो वा भवतीति शब्द्यत इति कृत्वा शब्दशब्देनोच्यत इत्याहशब्द इति । न चेदन्तेति - यथा “उदितः स्वरान्नोऽन्तः ' [४.४.९८.] इत्यत्र हि नकारोऽन्तशब्दोच्चारणेन विधीयमानो न प्रत्ययसंज्ञां लभते । तत्रान्तग्रहणमन्तरेण प्रत्ययत्वं स्यात्, ततश्च प्रत्ययत्वात् तत: प्रत्ययोत्पत्तेरभावाद् 'नन्दन्त' (अनन्दत् ) इत्याद्यसिद्धिः ।
અનુવાદ :- પંચમી અર્થથી વિહિત કરાયેલાની પ્રત્યયસંજ્ઞા થતી હોવાથી જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કે પંચમી અર્થથી વિહિત કરાયેલું શું હશે ? આ જિજ્ઞાસાના ઉત્તરમાં જણાવે છે કે, પંચમીથી વિહિત કરાયેલો એવો જે વર્ણ હશે અથવા તો વર્ણનો સમુદાય હશે. તે બધાની આ સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થશે. દા.ત. આપું એ વર્ણ સ્વરૂપ છે, જ્યારે યમ્ એ વર્ણના સમુદાય સ્વરૂપ છે. આમ આ સૂત્રથી ‘‘આપ્’ની પણ પ્રત્યયસંજ્ઞા થશે અને “યસ્”ની પણ પ્રત્યયસંજ્ઞા થશે.
એક શંકા થાય છે કે, શબ્દ તો વર્ણના સમુદાય સ્વરૂપ જ હોય છે તો પછી પંચમી અર્થથી