________________
સૂ૦ ૧-૧-૩૮
૬૧૮
भवतीत्येकं वाक्यम्, ते च हृ-दृति - नाथ- पशवः प्रत्ययसंज्ञा इति द्वितीयं वाक्यम्; न चैकवाक्यतायां संभवन्त्यां वाक्यभेदो युक्त इति वाच्यम्; यतः सन्नादीनामपि वाक्यभेदेनैव संज्ञा विधेया, नह्यसत: संज्ञिन: संज्ञाविधानमुपपद्यते, तत्रैकेन वाक्येन सन्नादीनां विधिः, अपरेण तेषामेव संज्ञाविधिः, ततो यथा सन्नादीनां वाक्यभेदेन संज्ञाविधिस्तथा प्रकृत्यादीनामपि, प्रतिसंज्ञि प्रत्ययसंज्ञोपस्थानसामर्थ्याच्च संज्ञा - संज्ञिसंबन्धप्रतिपादनवाक्ये संज्ञासंबन्धप्रतिपत्तौ स्वार्थता સ્યાત્ ।
અનુવાદ :- ઉત્તરપક્ષ :- “પ્રતિયોગ” એટલે ‘પ્રત્યેકસૂત્રમાં’ એ પ્રમાણે અર્થ થશે. જો અધિકારસૂત્ર બનાવવામાં આવશે તો પ્રકૃતિ વગેરેની પણ પ્રત્યયસંજ્ઞા થશે એ પ્રમાણે તમે દોષ આપો છો, પરંતુ અમે કહીએ છીએ કે જો પ્રકૃતિ વગેરેની પણ પ્રત્યયસંજ્ઞા કરવામાં આવશે તો ભિન્ન વાક્ય દ્વારા પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા થઈ શકશે, એક જ વાક્યથી અધિકારસૂત્ર દ્વારા પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા થઈ શકશે નહીં. (૫/૧/૯૭) સૂત્રમાં ‘“વૃતિ” અને “નાથ” સ્વરૂપ કર્મથી પર પશુ સ્વરૂપ કર્તા હોતે છતે “ગર” થાય છે. આમ (૫/૧/૯૭) સૂત્રના સામર્થ્યથી પ્રથમાં વિભક્તિ અંતવાળું નામ ‘‘ફન્ગર' છે અને એની સાથે પ્રત્યયનો અધિકાર જોડાઈ શકશે. કારણ કે “પ્રત્યયઃ' એ પ્રમાણે પ્રથમા વિભક્તિનું સમાનાધિકરણપણું ‘‘ફાર’ સાથે છે. હવે જો “કૃતિ”, “નાથ' વગેરે બધાની પ્રત્યયસંશા કરવી હશે તો નવું વાક્ય કરવું પડશે એ આ પ્રમાણે થશે. “તે ૬ -કૃતિ-નાથ પશવ: પ્રત્યયસંજ્ઞા તિ ।” આમ પ્રકૃતિ વગેરે ભિન્ન વિભક્તિવાળા હોવાથી પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા કરવા માટે સૌ પ્રથમ તેઓને પ્રથમા વિભક્તિવાળા બનાવીને ત્યારબાદ પ્રત્યયસંજ્ઞા થઈ શકશે. આમ પ્રકૃતિ વગેરેની પ્રત્યયસંજ્ઞા કરવામાં આવે તો વાક્યભેદનો પ્રસંગ થાય છે. અને વાક્યભેદનો પ્રસંગ, અર્થબોધ કરવામાં દોષરૂપ છે. વાક્યભેદ દોષરૂપ કઈ અપેક્ષાએ છે ? દા. ત. ‘વેવવત્ત: વૃક્ષાત્ પતતિ ।'' એ પ્રમાણે એક વાક્ય છે. હવે કોઈક વ્યક્તિ એ પ્રમાણે કહે કે “રેવવત્તઃ વૃક્ષોઽસ્તિ ।” ત્યારબાદ “સ (ટેવવત્ત:) અસ્માત્ વૃક્ષાત્ પતિ ।’” બોલે અને આ રીતે ‘વેવવત્ત: વૃક્ષાત્ પતિ' વાક્યનો બોધ કરે તો તે દોષરૂપ છે. તે પ્રમાણે અહીં પણ એક વાક્યથી જો “ફા' વગેરેની વિભક્તિના સમાનાધિકરણપણાંથી પ્રત્યયસંજ્ઞા થઈ જતી હોય તો વાક્યભેદ કરવો યોગ્ય નથી. હવે જો વાક્યભેદ થશે નહીં તો પ્રકૃતિ વગેરેમાં પ્રત્યયસંજ્ઞાની આપત્તિનો દોષ રહેશે નહીં. પૂર્વપક્ષ : :- આ પ્રમાણે કહેવું નહીં. જ્યાં એક વાક્યનો સંભવ હોય ત્યાં વાક્યભેદ દોષરૂપ છે, પરંતુ જ્યાં વાક્યભેદ આવશ્યક થઈ પડે છે ત્યાં વાક્યભેદ દોષરૂપ નથી. “સ” વગેરેમાં વાક્યભેદથી સંજ્ઞા કરવી પડે એમ છે. જ્યાં સુધી સંશી વિદ્યમાન નહીં થાય ત્યાં સુધી તેની સંજ્ઞા થઈ શકશે નહીં. આથી એક વાક્યથી ‘“સન્” વગેરેની વિધિ કરવામાં આવે છે અને બીજા વાક્યથી