________________
૪૧૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ સંજ્ઞામાં ઘટી શકશે. જે અનેકપણાને પ્રાપ્ત કરતાં નથી તે અવ્યય કહેવાય છે. આ જ માન્યતાના અનુસંધાનમાં “પથ ગ્રહિણ” ગ્રન્થના શ્લોકનો પાઠ આપે છે. આ ગ્રન્થનું નામ અમે કાશિકા ટીકાના આધારે લખ્યું છે. તેનો અર્થ આ પ્રમાણે છે – ત્રણે લિંગોમાં સમાન હોય છે સાતેય વિભક્તિઓ જેની, ત્રણેય વચનોમાં જેનો કોઈ ફેરફાર થતો નથી અર્થાત્ શબ્દ સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી તેને અવ્યય કહેવાય છે.
અન્તર્થસંજ્ઞાવાળી આ સંજ્ઞા કરી છે તો આવી સંજ્ઞા કરવાનું પ્રયોજન શું છે? એ સંબંધમાં હવે કંઈક કહે છે. સંજ્ઞા લાઘવને માટે કરવામાં આવે છે, આથી જો સંજ્ઞા કરવી હોય તો શક્ય એટલું લાઘવ કરવું જોઈએ. અહીં “વરીયો મમ્” આ પ્રમાણે “મમ્” સ્વરૂપ લઘુસંજ્ઞા કરી હોત તો પણ અવ્યય સંબંધી જે જે કાર્યો હતા તે તે કાર્યો “પ” સંજ્ઞાને માનીને થઈ જ જાત. છતાં પણ “મવ્યયમ્” એ પ્રમાણે મોટી સંજ્ઞા કરાઈ છે. સંજ્ઞા એ જ હોય છે કે જેનાથી વધારે નાનું બીજું કંઈ જ ન હોઈ શકે. અહીં તપુ શબ્દને સ્ પ્રત્યય લાગીને પ્રાપ્ત થયેલો એવો “નધીયલ્સ" શબ્દ છે. આથી આ કાર્ય (લઘુસંજ્ઞાકરણ સ્વરૂપ કાય) કરવા યોગ્ય છે. આથી સંજ્ઞા કરવામાં આવશે તો જ લાઘવ અર્થવાળાપણું થશે. લાઘવનો આટલો મોટો સિદ્ધાંત વિદ્યમાન હતો છતાં પણ આચાર્ય ભગવંતશ્રીએ “મવ્યયમ્' એ પ્રમાણે મોટી સંજ્ઞા કરી છે એનું આ પ્રમાણે પ્રયોજન છે – આ સંજ્ઞા એક સાથે બે કાર્યો કરે છે. “મવ્યયમ્” શબ્દ બે અર્થને એક સાથે પ્રકાશિત કરે છે. (૧) “વરાતિ” એ અવ્યયસંજ્ઞાવાળા છે તથા (૨) અન્વર્થસંજ્ઞાવાળા પણ છે. આથી સૂત્રાર્થ આ પ્રમાણે થશે – “મવ્યયમ્ સ્વરદ્રિ વ્યયસંશમ્ મવતિ" જેનો વ્યય નથી થતો અર્થાત્ જે અનેકપણાને પ્રાપ્ત નથી કરતાં તેવા “વરાત્રિ” અવ્યયસંજ્ઞાવાળા થાય છે. અહીં “મવ્યયમ્” એ “સ્વરાતિ”નું વિશેષણ છે. “વરાત્રિ” કેવા છે? તો કહે છે કે, જે અનેકપણાને પ્રાપ્ત નથી કરતાં એવા “સ્વરાતિ” છે અને “વર”િ એ વિશેષ્ય બનશે. અહીં “મવ્યયમ્” સ્વરૂપ જે “સ્વરાદ્રિ"નું વિશેષણ છે તે “અવ્યય” સંજ્ઞાવાળાને બતાવે છે. અહીં સંજ્ઞા “” છે. આથી સંજ્ઞી તરીકે “વરાતિ” આવશે. આથી “જ્ઞિનમ્” તરીકે “વરાતિ” આવશે. આ પ્રમાણે અન્વર્થસંજ્ઞા થવાથી “અવ્યયમ્ સ્વાદ્રિ અવ્યયસંજ્ઞમ્ મવતિ” એવો સૂત્રાર્થ સંપન્ન થશે.
(श०न्या०) ननु कथमेकेन यत्नेनोभयं लभ्यम् ?, तथाहि-अन्वर्थत्वे विज्ञायमानेऽर्थपारतन्त्र्यमापद्यमानः शब्दो न शब्दस्वरूपाधिष्ठानो भवतीति संज्ञा न लभ्यते, अथार्थनिरपेक्षस्वरूपाधिष्ठान एव संज्ञात्वमापद्यते न तर्हि तस्य विशेष(ष्य)त्वमिति ।
અનુવાદ - પૂર્વપક્ષ - હવે આપ જો “મવ્યયમ્' શબ્દથી અન્વર્થપણું સ્થાપિત કરશો, તો એ જ શબ્દ દ્વારા સંજ્ઞાકરણ નહીં થઈ શકે તથા “મવ્યય' શબ્દ દ્વારા જો સંજ્ઞાકરણ કરવામાં આવશે તો અન્વર્થપણું એ જ શબ્દ દ્વારા કરી શકાશે નહીં. એક વાક્યથી અથવા તો એક શબ્દથી