________________
સૂ૦ ૧-૧-૩૦
૪૨૬ उपपन्नश्च क्रियापदमन्तरेणापि क्रियापदाक्षेपात् 'पृथग् देवदत्तः' इत्यादि प्रयोगः । शक्ति(क्तेः) क्रियायाश्चासत्त्वरूप-त्वात् स्वरादीनां चादिष्वेव पाठो न्याय्यः,
અનુવાદ - પૂર્વપક્ષ :- સ્વરાદિ ગણપાઠમાં જે જે અવ્યયો છે એમાં કેટલાક શક્તિ પ્રધાન અવ્યયો છે. અહીં શક્તિ એટલે સાધન અથવા તો કારક એ પ્રમાણેનો બોધ કરવો. તથા કેટલાક અવ્યયો ક્રિયાની પ્રધાનતાવાળા છે, તે આ પ્રમાણે છે – “વૈ' વગેરે અવ્યયો સપ્તમી અર્થમાં રહેલા હોવાથી વિભક્તિ અર્થની પ્રધાનતાવાળા છે તથા હિ', “પૃથક્ વગેરે અવ્યયો ક્રિયાનાં વિશેષણ હોવાથી ક્રિયાની પ્રધાનતાવાળા છે. અહીં ‘હિ એટલે “વિના” અને “પૃથ એટલે
છોડીને' એવો અર્થ થાય છે. “મુનિમંડને સર્વે મોરજો, હિ રાધિ:' (રાગીઓ સિવાય બધા જ મુનિમંડળમાં આનંદ કરે છે.) અહીં ‘હિ અને “પૃથ બંને ક્રિયાવિશેષણો છે. આથી ક્રિયાની પ્રધાનતાવાળા કહેવાય છે. જો આ બંને અવ્યયો ક્રિયાની પ્રધાનતાવાળા હોય તો “પૃથo તેવદ્રત્ત:' વગેરે પ્રયોગોમાં તો કોઈ ક્રિયા જણાતી નથી. આ પરિસ્થિતિમાં “પૃથક્ અવ્યયને ક્રિયાની પ્રધાનતાવાળો કેવી રીતે કહેવાશે ? એનાં અનુસંધાનમાં આચાર્ય ભગવંતશ્રી જણાવે છે કે તે તે પ્રયોગોમાં ક્રિયાપદ વિના પણ ક્રિયાપદોનો આક્ષેપ થઈ શકે છે. આથી ‘પૃથ રેવદ્રત્ત
તિ' એ પ્રમાણે ‘તિ’ ક્રિયાપદનો આક્ષેપ થઈ શકતો હોવાથી ‘સ્તિ' ક્રિયાપદનાં વિશેષણ તરીકે “પૃથ' અવ્યય આવી શકે છે. માટે આ પ્રયોગોમાં “પૃથ' અવ્યય ક્રિયાની પ્રધાનતાવાળો જ છે. સાધન અને ક્રિયાનું અસત્ત્વપણું છે. સાધન એટલે દ્રવ્યમાં રહેલી કારકશક્તિ તેમજ બીજી ક્રિયા. આમ બંને અસત્ પદાર્થ સ્વરૂપ છે. આથી સ્વરાદિ અવ્યયો અસત્ત્વ અર્થમાં વિદ્યમાન થશે. આ પરિસ્થિતિમાં હવે પછીનું જે સૂત્ર આવે છે એ બધા જ અસત્ત્વ અર્થમાં વિદ્યમાન છે. આથી સ્વરાદિ અવ્યયોને પણ “વાદ્રિ’ ગણપાઠમાં સમાવી લેવા જોઈએ. __(शन्या०) नैवम् चादीनामसत्त्ववचनानामव्ययसंज्ञा; स्वरादीनां सत्त्ववचनानामसत्त्ववचनानां च, तथाहि-स्वस्ति वाचयति, स्वः पश्यतीति(श्येति) क्रियासंबन्धेऽनेकशक्तिदर्शनात् सत्त्ववाचित्वमवसीयते । किञ्च यदि चादिष्वेव स्वरादीनां पाठः स्यात् ततश्च "चादिः स्वरोऽनाङ्' [૨.૨.૩૬.] ફત્યેષામપિ સન્ધિપ્રતિષેધ યાત્ |
અનુવાદઃ- ઉત્તરપક્ષ:- હવે પછીનાં સૂત્રમાં જે અવ્યયો આવે છે તે બધા જ અવ્યયો અસત્ત્વ અર્થમાં વિદ્યમાન છે. જ્યારે આ સૂત્રમાં સ્વરાદિ ગણપાઠમાં જેટલા પણ અવ્યયો છે એ સત્ત્વવાચક પણ છે અને અસત્ત્વવાચક પણ છે. તમારા કહેવા પ્રમાણે આ ત્યારે જ શક્ય થાત જો સ્વરાદિ ગણપાઠનાં બધા જ અવ્યયો અસત્ત્વ અર્થમાં હોત. પરંતુ સ્વરાદિ ગણપાઠમાં બે પ્રકારનાં અવ્યયો વિદ્યમાન છે : કેટલાક સત્ત્વવાચક અવ્યયો પણ છે અને કેટલાક અસત્ત્વવાચક અવ્યયો પણ છે.