________________
૫૭૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ संज्ञा स्यात् ?, तत्र चातिप्रसङ्गः सर्वस्य कादाचित्कप्रयोगात्, 'वृक्ष, खट्वाँ' इत्यादावनुनासिकस्यापि इत्संज्ञाप्रसङ्गः । न च इत्-कार्याभावादित्संज्ञा न भविष्यतीति वक्तुमुचितम्, तदनुवादेन विधीयमानस्य लोपस्यैव कार्यत्वात्; नैवम्-अकार्यत्वाल्लोपस्य, इह हि शब्दस्य कार्यार्थो वा भवति प्रयोगः श्रवणार्थो वा, कार्यं चेह नास्ति, अकार्ये सति यदि श्रवणमपि न स्यात् प्रयोगोऽनर्थकः સ્વાર્
અનુવાદ :- આનો ભાવ આ પ્રમાણે છે : “અપ્રયોભિત્વ'ના અનુવાદથી રૂર્ સંજ્ઞાનું વિધાન થાય છે અને અનુવાદથી વિધિનો બોધ થાય છે. અર્થાત્ શબ્દના ઉચ્ચારણનો અભાવ થાય છે એ અનુવાદ છે અને આ અનુવાદથી ત્ સંજ્ઞાનું વિધાન થયું છે. અર્થાત્ આ અનુવાદથી જ વિધિનો બોધ થાય છે અને આ પ્રમાણે હોવાથી ત્ સંજ્ઞા સ્વરૂપ જે વર્ણ અથવા તો વર્ણનો સમુદાય હોય છે, તેનો લોપ સિદ્ધ થાય છે. જો ત્ સંજ્ઞા સ્વરૂપ વર્ણનો લોપ નહીં થાય તો તે તે વર્ણોનો પ્રયોગ શાસ્ત્રમાં જણાશે. આથી અપ્રયોગિપણાંનો અભાવ થશે અને અપ્રયોગિપણાંનો અભાવ થવાથી જ સંજ્ઞીનો પણ અભાવ થશે અને સંજ્ઞીનો અભાવ થવાથી ત્ સંજ્ઞાનો અભાવ થશે.
જો તે તે વર્ણો અથવા તો વર્ણના સમુદાયના ઉચ્ચારણનો અભાવ થશે તો તેવા અભાવ સ્વરૂપ વર્ણો સંબંધી ત્ સંજ્ઞા કેવી રીતે થઈ શકશે ? જે વસ્તુ સદ્ભાવીય હોય તેની સંજ્ઞાવિધિ થઈ શકે. જ્યારે અહીં તો જેના પ્રયોગનો અભાવ થાય છે એની ત્ સંજ્ઞા કરવામાં આવે છે. આથી અભાવીય પદાર્થની રૂર્ સંજ્ઞા થઈ શકે નહીં આ આપત્તિને દૂર કરવા માટે અથવા કરીને અપ્રયોગીનો નવો અર્થ બતાવવામાં આવ્યો છે.
જેનો કોઈકવાર પ્રયોગ થાય છે એ પ્રમાણે અપ્રયોગીનો અર્થ કરવો. અહીં અપ્રયોગીમાં જે નિષેધ છે, તે ત્ અર્થમાં છે અર્થાત્ જેનો ક્યારેક ક્યારેક પ્રયોગ થાય છે તે અપ્રયોગી છે.
પૂર્વપક્ષ :- પણ આવો અર્થ કરવામાં આવશે તો પણ આપત્તિ આવશે. બધા શબ્દોનો તે તે અવસરે જ પ્રયોગ થતો હોવાથી તેની તેની રૂર્ સંજ્ઞા માનવાની આપત્તિ આવે છે. જેમ કે ક્યારેક સર્વ શબ્દનો પ્રયોગ થાય છે, ક્યારેક વિશ્વ શબ્દનો પ્રયોગ પણ થાય છે તથા “ઝ-રૂ-૩ વર્ણસ્યાત્તે...” (૧/૨/૪૧) સૂત્રથી અવર્ણ, વર્ણ અને વર્ણ જો વિરામમાં આવે તો અનુનાસિક આદેશ વિકલ્પે થાય છે. આ સૂત્ર પ્રમાણે વૃ†, હાઁ વગેરે પ્રયોગોમાં અનુનાસિકનો ક્યારેક ક્યારેક પ્રયોગ થતો હોવાથી અનુનાસિકમાં પણ ત્ સંજ્ઞા થવાની પ્રાપ્તિ આવે છે.
ઉત્તરપક્ષ :- અહીં અનુનાસિકની ત્ સંજ્ઞા થવાની આપત્તિ આવશે નહીં. કારણ કે ત્ સંજ્ઞાનું કોઈ કાર્ય જણાતું નથી, માટે ત્ સંજ્ઞા થશે નહીં. દા.ત. ભૂતકૃદન્તનો જ્ઞ પ્રત્યય હોય ત્યાં