________________
૫૮૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
થાય છે તે ત્ સંજ્ઞાવાળા છે, તેથી આ અર્થ થાય છે - જે અપ્રયોગી છે તે ત્ સંજ્ઞાવાળો થાય છે તથા કાર્યને કરીને જે અભાવને પ્રાપ્ત થાય છે તે પણ રૂત્ છે. આ પ્રમાણે રૂનાં બે અર્થ પ્રાપ્ત થાય છે. માટે નો એકશેષ સમાસ કરી બે અર્થ બતાવ્યાં છે અને બે અર્થ બતાવાયા હોવાથી ત્ સંજ્ઞા પણ થાય છે અને લોપની સિદ્ધિ પણ થાય છે. આથી જ બૃહદ્વૃત્તિમાં પંક્તિ લખી છે કે “તિ અપાતિ તિ ત્ સંશો મત ।” જો નો એકશેષ ન કર્યો હોત તો એક શબ્દથી એક જ અર્થ પ્રાપ્ત થઈ શકત, પરંતુ હવે બંને અર્થની પ્રાપ્તિ થઈ શકશે. એક અર્થ પ્રમાણે ત્ સંજ્ઞા એ અન્વર્થસંજ્ઞા છે એવું જણાવે છે. માટે જ બીજા અર્થ પ્રમાણે ત્ સંજ્ઞામાં વર્ણોનો અભાવ થાય છે.
(श० न्या० ) अथवा, अयनमपगमनमभावः, स च भावोपाधित्वादित्संज्ञकस्यैव (दर्शनाभावरूपो लोप:, दर्शनस्य च सविषयत्वात् शब्दशास्त्रत्वात् शब्द एव विषयः । किञ्च - 'भावविरोधी' इत्यभावपदस्यार्थः, एवं भावोपाधिरेव स भावप्रतियोगिक एव स इति भावः)।
અનુવાદ :- કદાચ ઉપર કહેલા અર્થમાં આપત્તિ આવત. કારણ કે એકશેષ કરીને બેવાર ત્ શબ્દ લાવીને ઉપર કહેલો અર્થ પ્રાપ્ત થતો હતો, પરંતુ એ પ્રમાણે તો અર્થ સમજવો હોય તો સૂક્ષ્મબુદ્ધિની આવશ્યકતા રહે છે. આથી જ ‘અથવા” કરીને ત્ શબ્દનો બીજો અર્થ બતાવે છે - ત્ એટલે જવું એ પ્રમાણેનો અર્થ થાય છે. જવું એ અભાવ સ્વરૂપ છે. હવે જ્યાં જ્યાં જવા દ્વારા અભાવ સ્વરૂપપણું પ્રાપ્ત થાય છે ત્યાં ત્યાં ભાવ સંબંધી જવું ક્રિયા થઈ શકે છે અર્થાત્ વિદ્યમાન સ્વરૂપ પદાર્થ હોય તો જ તેમાં જવા સ્વરૂપ ક્રિયા થઈ શકે છે. આથી ભાવપદાર્થ જેની ઉપાધિ છે એવા ત્ સંજ્ઞાવાળા વર્ણો છે. આથી જે જે વર્ણોનો પ્રયોગ (શાસ્ત્રમાં) થયો હશે તે તે વર્ણોનો અભાવ થશે ત્યાં વિદ્યમાન એવાં ત્ સંજ્ઞાવાળા વર્ણો જ અભાવ સ્વરૂપે થશે.
અથવા તો જે વર્ણોનો લોપ થાય છે તે ત્ સંજ્ઞાવાળા છે તથા લોપ એ દર્શનના અભાવ સ્વરૂપ છે. જે જે દર્શન સ્વરૂપ છે તે તે સવિષય સ્વરૂપ છે, એટલે કે દર્શન એ વિષય સહિત જ હોય છે. અહીં શબ્દશાસ્ત્ર હોવાથી દર્શનનો વિષય શબ્દ જ છે. આથી વિદ્યમાન એવાં શબ્દોનું અદર્શન થાય એ સ્વરૂપ જ ત્ સંજ્ઞા છે. આ પ્રમાણે જે જે ત્ સંજ્ઞાવાળા વર્ણો છે તેનો અભાવ સિદ્ધ થઈ જ જાય છે.
વળી અભાવ પદ એ ભાવ વિરોધી છે. આથી ભાવ સ્વરૂપ ઉપાધિ જ અભાવની છે તેમજ ભાવ સંબંધી જ અભાવ છે.
આમ અભાવ શબ્દનો અર્થાપત્તિથી જ અર્થ જણાય છે કે જે ભાવ હોય તેનો અભાવ થાય છે.