________________
૫૯૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨
શકાશે. બંને પ્રકારે ‘આચાર્ય ભગવંત’”ની પ્રવૃત્તિ હોવાથી બંને સ્વરૂપે અનુબંધો પ્રાપ્ત થાય છે. જે ધાતુ વગેરેમાં જ પ્રાપ્ત થાય છે તે અવયવ સ્વરૂપે છે, જ્યારે અનવયવ સ્વરૂપે હોય છે તે વીજળીની જેમ ધાતુમાં પણ પ્રાપ્ત થાય છે અને અન્ય ઠેકાણે પણ પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે વીજળી વૃક્ષ પાસે પણ પ્રાપ્ત થાય છે અને એ જ વીજળી કોઈકનાં ઘર પાસે પણ પ્રાપ્ત થાય છે. માટે અનુબંધો અનવયવ સ્વરૂપ પણ હોય છે.
પૂર્વપક્ષ :- અનુબંધોને ધાતુ વગેરેનાં અવયવો માનશો અથવા જે અનવયવ સ્વરૂપ હોય તેવો એક જ અનવયવ અનેક સ્થાનોમાં પ્રાપ્ત થાય તેવું માનો છો તો વન, વૃક્ષ, ત્રણ આ ત્રણેય શબ્દોમાં વાર તે તે શબ્દોનાં અવયવ સ્વરૂપે છે. છતાં પણ જે વાર વન શબ્દમાં હતો તે જ વાર, વૃક્ષ શબ્દમાં પણ પ્રાપ્ત થાય છે. આથી અવયવ સ્વરૂપ એવો પણ વાર અનવયવ સ્વરૂપ માનવાની આપત્તિ આવે છે.
ઉત્તરપક્ષ :- આવી આશંકા કરવી નહિ. દરેક શબ્દમાં રહેલો વાર એ ભિન્ન સમુદાય વિષયવાળો હોવાથી ભિન્ન સ્વરૂપવાળો છે. માત્ર કેટલીક સમાનતા હોવાથી બધા જ વાર એક જણાય છે. જે પ્રમાણે ભૂતકાળમાં જોયેલી વ્યક્તિને ફરીથી જોવામાં આવે તો આ એ જ વ્યક્તિ છે એવો પ્રત્યભિજ્ઞાનથી બોધ થાય છે. તે જ પ્રમાણે અહીં પણ “વન”માં રહેલો વાર વૃક્ષમાં રહેલાં વારથી ભિન્ન હોતે છતે પણ પ્રત્યભિજ્ઞાનથી સમાન વાર છે એવો બોધ થાય છે, પરંતુ ખરેખર તો ભિન્ન ભિન્ન વાર હોવાથી જ તે તે શબ્દોનાં અવયવ સ્વરૂપ જ વાર છે.
પૂર્વપક્ષ :- જો અનુબંધોને અવયવ સ્વરૂપ માનવામાં આવશે તો અસ્વરૂપપ્રત્યયવિધિનાં નિમિત્તે દોષ આવશે. વ્યાકરણમાં પાંચમાં અધ્યાયમાં એક સૂત્ર આવે છે, જે આ પ્રમાણે છે – ‘‘અસ્વરૂપોડપવાવે...” (૫/૧/૧૬) સૂત્ર પ્રમાણે પ્રત્યયો જ્યારે સમાન સ્વરૂપવાળા ન હોય ત્યારે અપવાદનાં વિષયમાં પણ ઉત્સર્ગવિધિ થાય છે. દા.ત. વિધ્યર્થનાં (ત્) પાંચ પ્રત્યયો છે. વ્યત્, ય, ચપ્, તવ્ય અને અનીય. શ, ત∞ વગેરે ધાતુઓ તથા ‘“પ” વર્ગ જેને અંતે છે એવાં ધાતુઓથી (૫/૧/૨૯) સૂત્રથી વિધ્યર્થનો “” પ્રત્યય થાય છે તથા “ૠવર્ણ-વ્યસનાર્ - વ્યગ્” (૫/૧/ ૧૭) સૂત્રથી વ્યંજનાન્ત ધાતુઓને “પ્” થાય છે. આ “ય” અને “ઘ્યમ્” પ્રત્યય અનુબંધ સિવાય સમાન સ્વરૂપવાળા હોવાથી અપવાદનાં વિષયમાં ઉત્સર્ગવિધિ નહિ થાય, પરંતુ “તવ્યાનીયૌ” (૫/૧/૨૭) સૂત્રથી બધા જ ધાતુઓને ‘“તવ્ય” અને “બનીય” પ્રત્યય થાય છે. આ બંને પ્રત્યયો તમામ ધાતુઓથી થતાં હોવાથી ઉત્સર્ગવિધિ છે તથા ‘“ય’ની સાથે સરખામણી કરતાં ‘“તવ્ય” અને “અનીય” પ્રત્યયો અસમાન સ્વરૂપવાળા છે. આથી અસ્વરૂપ વિધિમાં “શબ્દ” વગેરે ધાતુઓથી જેમ વિધ્યર્થનો “વ” પ્રત્યય થશે, તે જ પ્રમાણે ઔત્સર્ગિક એવો. “તવ્ય” અને ‘“અનીય” પ્રત્યય પણ થશે. આથી સ્વરૂપ વિધિમાં અપવાદ સ્વરૂપ “ય” પ્રત્યય, ઉત્સર્ગ સ્વરૂપ