________________
સૂ૦ ૧-૧-૩૭
૫૮૬ હવે ચર્ચા કરવામાં આવી છે. દા.ત. કોઈ “વૃક્ષ” છે. તે વૃક્ષમાં શાખા પણ હોય છે અને બહારથી ઊડીને આવેલ પક્ષી પણ હોય છે. હવે શાખા તો વૃક્ષનો પોતાનો અવયવ છે, પરંતુ બહારથી ઊડીને આવેલ પક્ષી બાબતમાં સંદેહ થાય છે કે, તે વૃક્ષનો અવયવ માની શકાય કે કેમ ? વળી પક્ષી અને શાખા બંને વૃક્ષ ઉપર વિદ્યમાન હોવાથી સંદેહ થશે કે શાખાને વૃક્ષનો અવયવ માનવો કે પક્ષીને? એ જ પ્રમાણે શાસ્ત્રમાં પણ છે જે પ્રત્યયો અને પ્રકૃતિઓની સાથે “”, “શું” વગેરે અનુબંધો જોડાય છે ત્યારે શંકા થાય છે કે, આ અનુબંધોને પ્રકૃતિ વગેરેનાં અવયવ માનવા કે અનવયવ સ્વરૂપ માનવા? ક્યાંક પક્ષી વગેરેને વૃક્ષના અવયવ સ્વરૂપે માનવામાં આવે છે, ક્યાંક અનવયવ સ્વરૂપે પણ માનવામાં આવે છે. ભાગ્યકારે અનુબંધ અવયવ સ્વરૂપ જ છે એવું સ્વીકાર્યું છે. જયારે આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ ઉભય પક્ષનો સ્વીકાર કર્યો છે. વ્યાકરણ શાસ્ત્રમાં “નેત્તા અનુબંધા:” તથા “ક્રાન્તાં અનુવશ્વા:” એ પ્રમાણે બંને પરિભાષાઓ આવે છે.
જે (અનુબંધ) જેનો (પ્રકૃતિ વગેરેનો) અનવયવ છે તે (અનુબંધ) તેના સંબંધમાં (પ્રકૃતિ વગેરેનાં સંબંધમાં) ત્ સંજ્ઞાવાળો થાય છે અને તે અનુબંધ અપયોગી થાય છે. આ પ્રમાણે બંને અર્થની સિદ્ધિ થઈ જાય છે આમ જે અનવયવ સ્વરૂપ છે તે જવાવાળો થશે. આ પ્રમાણે સૂત્ર તો જેવું છે તેવું જ રહેશે છતાં બંને અર્થની પ્રાપ્તિ થઈ જશે. જે જવાવાળો હોય તે અનવયવ સ્વરૂપ જ હોય. માટે રૂનો અર્થ જવાવાળો હોવાથી અનવયવ સ્વરૂપ થઈ શકશે. તેથી જ જે અનવયવ સ્વરૂપ છે તે તુ સંજ્ઞાવાળો થાય છે એવો અર્થ પ્રાપ્ત થઈ શકશે.
સૂત્રમાં અનવયવ સ્વરૂપ અર્થ તો જણાતો નથી. આથી અનવયવ સ્વરૂપ અર્થ કરવો હશે તો સૂત્રમાં વિશેષતા કરવી પડશે. જે અહીં જણાતી નથી. આ સંબંધમાં અમે કહીએ છીએ કે
અમે સૂત્ર આ પ્રમાણે કહીશું. “મપ્રયોજી ત્ અનન્ત:' (૧/૧/૩૭) તથા “પશ્વાદ પ્રત્યયઃ” ' (૧/૧/૩૮). આમ (૧/૧/૩૮) સૂત્રમાં “મનન્તઃ”ની અનુવૃત્તિ (૧/૧/૩૭) સૂત્રમાંથી આવવાથી (૧/૧/૩૮) સૂત્રમાં પણ કોઈ આપત્તિ નહિ આવે તથા (૧/૧/૩૭) સૂત્રનો અર્થ પણ “તું” શબ્દનો વિશેષ બોધ કર્યા વિના જ પ્રાપ્ત થઈ શકશે. - હવે ઉપરોક્ત “મનન્ત:"નો અર્થ જણાવે છે : “અમ્યતે” એટલે “શ્રીયતે” અર્થાતુ ધર્મી વડે જે આશ્રય કરાય છે તે “મા” શબ્દનો અર્થ છે. જે જે અવયવો હોય છે તેનો તેનો અવયવી વડે આશ્રય કરાય છે. માટે “મા” શબ્દનો અવયવ અર્થ થઈ શકે છે. હવે અવયવનો પ્રતિષેધ થશે ત્યારે “અનવયવ” સ્વરૂપ અર્થ પ્રાપ્ત થશે.
અનેકાન્તા: મનુવધાઃ” પરિભાષામાં પણ કહેવામાં આવ્યું છે કે “અનુબંધો અનવયવ સ્વરૂપ છે.” અવયવ અને અનવયવ આ બંને સંબંધી શબ્દો છે. તેથી અન્ય સંબંધી શબ્દોની સમાન