________________
સૂ૦ ૧-૧-૩૫, ૧-૧-૩૬
૫૭૨ શબ્દપ્રયોગ કર્યો છે. આવો અર્થ નાટ્ય વગેરે પ્રયોગનો વ્યવચ્છેદ કરવા માટે કર્યો છે. અહીં લૌકિક પ્રયોગ તરીકે જેમ શબ્દપ્રયોગ આવે છે તેમ નાટ્ય વગેરે પ્રયોગ પણ આવે છે. નાટ્ય પ્રયોગ તરીકે નાટ્યનો અભિનય સમજવાનો છે. કાલિદાસ કહે છે કે, જ્યારે નાટ્ય કલાકાર નાટક ચાલુ કરે છે ત્યારે બોલે છે કે જ્યાં સુધી દર્શક પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી પ્રયોગની (અભિનયની) શ્રેષ્ઠતાને માનીશ નહીં. આથી અહીં પ્રયોગનો અભિનય અર્થ જણાય છે. આ પ્રમાણે જે શાસ્ત્રમાં (સૂત્રપતિ અને રિવનપાત્રમાં) ઉપદેશ કરાય છે તે વર્ણ અથવા વર્ણનો સમુદાય જો લૌકિક શબ્દપ્રયોગોમાં ન દેખાતો હોય તો તે ત્ સંજ્ઞાવાળો થાય છે.
(શ૦ચા) નનું ઋથમવર્ણનમ્ ? દૃશો ચર્થો યઃ (નનું થમર્શનં નગોડર્થ: ? :) सत्स्वन्येषु दर्शनप्रत्ययेषु न दृश्यते स नास्तीति निश्चीयते, अत्र तु कथं न दृश्यत इत्युक्तमित्याहएत्यपगच्छतीति । ननु प्रमाणमन्तरेण वचनमात्रेणापगमाभावादपगमे यतितव्यमित्यत आहअप्रयोगित्वेत्यादि ।
અનુવાદ - લૌકિક શબ્દપ્રયોગોમાં જે નથી દેખાતો એ સંદર્ભમાં પૂર્વપક્ષ કહે છે કે અહીં અદર્શન કેવી રીતે ? ટૂણ ધાતુનો જે અર્થ છે તે જોવા સ્વરૂપ અર્થ છે અને એ જોવા સ્વરૂપનો અભાવે તે અદર્શન છે. હવે જે જે પદાર્થો દેખાતાં નથી તે તે પદાર્થો અદર્શન તરીકે લઈ શકાશે અથવા તો લૌકિક શબ્દપ્રયોગોમાં જે જે દેખાતાં નથી તે તે અદર્શન તરીકે લઈ શકાશે. અન્ય જોવાના નિમિત્તો હાજર હોતે છતે જે દેખાતું નથી તે નથી એવો નિર્ણય થાય છે. અહીં કેવી રીતે દેખાતું નથી ? એ જિજ્ઞાસાના સંદર્ભમાં કહે છે કે લૌકિક શબ્દપ્રયોગોમાંથી જતાં રહે છે તે વર્ણ અથવા વર્ણનો સમુદાય અદર્શન સ્વરૂપ દેખાય છે, લૌકિક શબ્દપ્રયોગોમાં તે જતા રહે છે માટે તે અદર્શન સ્વરૂપ થાય છે.
એકની હાજરીમાં બીજો જતો રહે છે તે અદર્શન સ્વરૂપ છે,” આ વાત જ્યાં સુધી પ્રમાણિત ન થાય ત્યાં સુધી વચન માત્રથી દૂર થવાનો અભાવ હોવાથી વર્ણોને દૂર કરવા માટે સૂત્ર દ્વારા પ્રયત્ન કરવો જોઈએ. અન્ય પ્રમાણ વિના વચન માત્રથી જ દૂર થવાનો અભાવ હોવાથી વર્ણોને દૂર કરવાના નિમિત્તે પ્રયત્ન કરવા યોગ્ય છે. આ શંકાના અનુસંધાનમાં જ બૃહદ્રવૃત્તિમાં આચાર્ય ભગવંતશ્રીએ પંક્તિઓ લખી છે કે, અપ્રયોગિત્વના કથનથી જ સંજ્ઞાનું વિધાન હોવાથી વર્ણ અથવા તો વર્ણના સમુદાયના પ્રયોગના અભાવની સિદ્ધિ થઈ જશે.
(श०न्या०) अयं भावः-अप्रयोगित्वानुवादेनेत्संज्ञाविधानाद्, अनुवादाच्च विध्यवसायात् तल्लोप-सिद्धिः, लोपाभावे हि तत्प्रयोगादप्रयोगित्वाभावात् संज्ञिन एवाभावादित्संज्ञाया अभावः । अथवा यस्य कादाचित्कः प्रयोगः सोऽप्रयोगी, सर्वथा प्रयोगाभावे धमिण एवाभावात् कस्य