________________
સૂ૦ ૧-૧-૩૫
પ૭૦ અતિવ્યાપ્તિ નામનો દોષ આવશે. દા.ત. કોઈપણ ધાતુને વિવધૂ પ્રત્યય લાગે છે ત્યારે વિશ્વ, પ્રત્યયના ઉચ્ચારણનો લૌકિક પ્રયોગમાં અભાવ થાય છે. આથી વિમ્ પ્રત્યય સંબંધી રૂત્ સંજ્ઞા માનવાની આપત્તિ આવે છે. ખરેખર તો લૌકિક પ્રયોગોમાં વિવધૂ પ્રત્યયનું અસ્તિત્વ તો હોય છે, માત્ર ૬ વગેરે વર્ણો ત્ સંજ્ઞાવાળા થાય છે. આખો |િ પ્રત્યય રૂતુ સંજ્ઞાવાળો થતો નથી. જો આખો પ્રત્યય જ ફત્ સંજ્ઞાવાળો થાય તો શત્રુજિત્ વગેરે પ્રયોગો વિશ્વ પ્રત્યયાત્તવાળા કહી શકાશે નહીં. આથી સર્વથા પ્રયોગના અભાવમાં રૂતુ સંજ્ઞા માનવાથી ઉપરોક્ત આપત્તિ આવે છે.
ઉત્તરપક્ષ - અમે શબ્દના ઉચ્ચારણના અભાવ તરીકે નીચે મુજબનો અર્થ લેવા માંગીએ છીએ. જે શાસ્ત્રમાં ઉચ્ચારણ કરાય છે અને લૌકિક પ્રયોગોમાં ઉચ્ચારણ કરતાં નથી તે અહીં તુ સંજ્ઞા તરીકે આશ્રય કરાય છે.
પૂર્વપક્ષ :- જે શાસ્ત્રમાં ઉચ્ચારણ કરાય છે અને લૌકિક પ્રયોગોમાં જણાતા નથી તેવો અર્થ જો “અપ્રયોગી”નો કરવામાં આવશે તો આવો વિશિષ્ટ અર્થ કેવી રીતે પ્રાપ્ત કરાશે ?
ઉત્તરપક્ષ:- અહીં પ્રયોગ શબ્દનો વિશિષ્ટ સંબંધ એવો અર્થ થાય છે. આથી આ વિશિષ્ટ સંબંધનો નન્ દ્વારા નિષેધ કરાય છે, પરંતુ સર્વ પ્રકારે “નગુ' દ્વારા નિષેધ કરાતો નથી. શાસ્ત્રમાં તે તે વર્ણો અથવા વર્ગોના સમુદાયનું ઉચ્ચારણ માત્ર થાય છે, પરંતુ વ્યવહારમાં અમુક વર્ષોનું ઉચ્ચારણ થતું નથી માટે તે “મપ્રયોજી” કહેવાય છે. હવે વિવ૬ પ્રત્યય સંબંધમાં આવું કહી શકાતું નથી. કારણ કે વિમ્ પ્રત્યયનું શાસ્ત્રમાં જેમ ઉચ્ચારણ છે તેમ લૌકિક પ્રયોગમાં પણ “વિવધૂ” પ્રત્યયની વિદ્યમાનતા છે, જે કર્તા અર્થ સૂચિત થવાથી જણાય છે. , , ૬ વગેરે વણે લૌકિક પ્રયોગોમાં રહેતા નથી. આમ, પ્રયોગ શબ્દથી વિશિષ્ટ સંબંધ અર્થ લેવાનો છે. આથી જયાં વિશિષ્ટ સંબંધનો અભાવ છે એમાં રૂતુ સંજ્ઞા થાય છે. આ વિશિષ્ટ સંબંધ તરીકે આચાર્ય ભગવંતે બ્રહવૃત્તિમાં જણાવ્યું છે કે શાસ્ત્રમાં ઉપદેશ કરાતો વર્ણ અથવા તો વર્ણનો સમુદાય જે લૌકિક પ્રયોગમાં જણાતો નથી, તે રૂત્ સંજ્ઞાવાળો થાય છે.
ગપ્રયોજી” શબ્દમાં જે નિષેધ છે એ પ્રસજ્યનિષેધ છે. પ્રસજ્યનિષેધમાં નિષેધની પ્રધાનતા હોય છે. આથી નિષેધ વિશેષ્ય બને છે તેથી વિશેષણ સ્વરૂપ જે પ્રયોગી શબ્દ છે તેનાથી વિશિષ્ટ એવો નિષેધ થાય છે. શાસ્ત્રમાં એક ન્યાય આવે છે – વિશેષણવાળા વિધિ અને નિષેધ હોય તો વિધિ અને નિષેધ વિશેષણ સાથે સંબંધિત થાય છે. દા.ત. વૈદિક પરંપરામાં જે યજ્ઞ કરનારાઓ હોય છે, તેઓ લાલ પાઘડી પહેરે છે. આથી “લાલ પાઘડીવાળા એવા યજ્ઞ કરનારાઓ ફરો” એવું વિધાન કરાયું હોય ત્યાં ફરવા સ્વરૂપ વિધિ લાલ પાઘડી સ્વરૂપ વિશેષણ સાથે સંબંધ રાખે છે. જો યજ્ઞ કરનારાઓ લાલ પાઘડીવાળા હશે તો માત્ર તેઓને જ (લાલ