________________
૫૭૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ માટે જ હશે અને આમ થશે તો આસન્ન એવા ‘ત્’સંજ્ઞાવાળા વર્ણો (અર્થાત્ જે વર્ણના પ્રયોગોનો ક્યારેક અભાવ થતો હોય તેવા વર્ણોની આસન્ન રહેલા ‘ત્’સંજ્ઞાવાળા વર્ણો) કાર્યના વિશેષક થાય છે. અને આ પ્રમાણે માનવામાં આવશે તો ‘ઘાઁ વિરતા’ વગેરે પ્રયોગમાં ‘ક્ત’ અને ‘તવતુ’ની આદિમાં ‘ટ્’ નિષેધનો પ્રસંગ આવશે. ‘ઞતિ:' (૪/૪/૭૧) સૂત્રથી ‘આ’ ફાળા ધાતુઓથી ‘જ્ઞ’ અને ‘તવતુ’ની આદિમાં ‘ટ્’નો નિષેધ થાય છે. હવે ‘હાઁ વરતા’ પ્રયોગમાં અનુનાસિકની અનંતર એવો ‘ત્’ સંજ્ઞાવાળો વર્ણ ‘આ' કાર્યનો વિશેષક થશે. અને આમ થશે તો ‘વર્' ધાતુમાં (૪/૪/૭૧) સૂત્રથી ‘સ્ત’ની આદિમાં ‘ટ્’નો નિષેધ થશે. અને આમ થશે તો ‘હાઁ વરતા’ સ્વરૂપ અનિષ્ટ પ્રયોગ થશે. વાસ્તવમાં તો આ પ્રયોગ ઇષ્ટ મનાયો છે.
ઉત્તરપક્ષ :- તો પછી ધાતુ વગેરે પાઠ સમયે જેનું ઉચ્ચારણ હોય છે તથા અન્ય સમયે અર્થાત્ લૌકિક પ્રયોગોના સમયે જેનું ઉચ્ચારણ નથી હોતું તે ‘ત્’સંજ્ઞાવાળા કહેવાય છે. આથી જ ‘વાઁ પરિતા’ પ્રયોગમાં હવે ‘ટ્’ નિષેધની આપત્તિ આવશે નહિ. કારણ કે ‘હાઁ વિરતા’ પ્રયોગ તો લૌકિક પ્રયોગોમાં જણાય જ છે.
પૂર્વપક્ષ :- હા, આમ કરવાથી ‘ત્’સંજ્ઞાનું કાર્ય તો સિદ્ધ થઈ શકશે, પરંતુ આવો અર્થ તો સૂત્રથી પ્રાપ્ત થતો નથી. સૂત્ર પ્રમાણે તો જેનું શાસ્ત્રમાં ઉચ્ચારણ કરાય છે અને લૌકિક પ્રયોગોમાં ઉચ્ચારણ કરાતું નથી તે ‘ત્’સંજ્ઞાવાળા થાય છે. જ્યારે અહીં તો ધાતુપાઠ, સૂત્રપાઠ વગેરેમાં એનો પ્રયોગ થાય છે. જ્યારે લૌકિક પ્રયોગોમાં જેનું ઉચ્ચારણ થતું નથી તે ‘ત્’સંજ્ઞાવાળો થાય છે એવું કહેવાયું. આમ, સૂત્રનો અર્થ ભિન્ન થઈ ગયો.
ઉત્તરપક્ષ :- તો પછી સૂત્રનો જે પ્રમાણે અર્થ છે તે જ રહેવા દેવો જોઈએ. સૂત્રનો અર્થ તો બદલી શકાશે નહીં.
પૂર્વપક્ષ :- આ પ્રમાણે સૂત્રનો અર્થ નહીં બદલશો તો ‘ત્’સંજ્ઞા અતિવ્યાપ્તિ દોષવાળી થશે. જ્યાં જ્યાં ‘ત્’સંજ્ઞા ન થવી જોઈએ ત્યાં ત્યાં પણ ‘ત્’સંજ્ઞા થશે. દા. ત. ‘હાઁ” શબ્દમાં અનુનાસિક ‘ત્’સંજ્ઞાવાળો થશે. વળી અન્ય ઠેકાણે પણ ‘ત્’સંજ્ઞાની આપત્તિ આવે છે. દા. ત. શાસ્ત્રમાં ‘વિપ્’ પ્રત્યયનું વિધાન કરવામાં આવ્યું છે. અહીં ‘’ અને ‘પ્’ ત્સંશા છે, જ્યારે ‘રૂ’ ઉચ્ચારણ માટે છે, પરંતુ ‘વ્’ ‘ત્’સંજ્ઞા સ્વરૂપ નથી. જે પ્રમાણે ‘’ અને ‘પ્’ વર્ણ અનુક્રમે ગુણનો નિષેધ તેમજ ‘ત્’નો આગમ કરવા સ્વરૂપ કાર્યના વિશેષક તરીકે થાય છે. તે જ પ્રમાણે ‘વ્’ કોઈ કાર્યના વિશેષક તરીકે થતો નથી. આથી એવું કહેવામાં આવે છે કે ‘’ અને ‘પ્’ અનુબંધો કયાં પ્રત્યયના સંબંધમાં છે એ જિજ્ઞાસાના સંદર્ભમાં કહેવામાં આવે છે કે ‘વ્’ પ્રત્યયના સંબંધમાં ‘’ અને ‘પ્’ અનુબંધો છે, છતાં પણ આ ‘વ્’નો લૌકિક શબ્દ પ્રયોગોમાં તો અભાવ જણાય છે. આથી તમે કહેલા અર્થ પ્રમાણે તો આખા ‘વિપ્’ પ્રત્યયની પણ ‘ત્’સંજ્ઞા થવાની