________________
સૂ૦ ૧-૧-૩૭
૫૮૦ પ્રકૃતિમાં અન્ય સ્વરથી પર જે “ર”નો આગમ થાય છે તે ઉપાધિની ઉપાધિ સ્વરૂપ બનશે. હવે જો ઉપાધિની ઉપાધિ થતી નથી એવો ન્યાય પ્રવર્તે છે તો (૬/૧/૧૧૨) સૂત્ર નિરર્થક સિદ્ધ થશે. માટે ઉપાધિની ઉપાધિ થતી નથી એવો ન્યાય પ્રવર્તી શકતો નથી. આમ ઉપાધિની ઉપાધિ થવાથી આપે કહેલો ન્યાય પ્રવર્તશે નહિ.
પૂર્વપક્ષ:- આપની વાત અહીં પણ બરાબર નથી જ. કારણ કે (૬/૧/૧૧૨) સૂત્રમાં આપના કહેવા પ્રમાણે આગમ સ્વરૂપ “'ની અપ્રધાનતા છે, કેમ કે “પુત્રાન્તા”(૬/૧/૧૧૧) સૂત્રથી જે જે શબ્દોને છેડે “પુત્ર” શબ્દ અંતમાં હોય (દા.ત. “ પુત્ર)” એવા “ટુ' સંજ્ઞાવાળા નામોથી પર અપત્ય અર્થમાં “બાયનિગ્ન” પ્રત્યય વિકલ્પ થાય છે. હવે આ જ કાર્ય (૬/૧/૧૧૨) સૂત્રમાં પણ થાય છે. આથી (૯/૧/૧૧૨) સૂત્રમાં “મોનિમ્” પ્રત્યયનું વિધાન થવા સ્વરૂપ પ્રધાન કાર્ય થયું નથી, પરંતુ અન્ય સ્વરથી પર “'નો આગમ થાય છે એ પ્રમાણે “ક”નો આગમ થવા સ્વરૂપ કાર્ય જ પ્રધાનકાર્ય થયું છે. વળી, “'નો આગમ કરવા માટે જ ભિન્ન સૂત્ર બનાવ્યું છે. આ પ્રમાણે “”નો આગમ એ ઉપાધિની ઉપાધિ સ્વરૂપ થતો નથી. આમ, ‘ઉપાધિની ઉપાધિ થતી નથી અથવા તો વિશેષણનું વિશેષણ થતું નથી” એ ન્યાય આશ્રિત થતો નથી એવું નથી; એ ન્યાય બધે જ કાર્ય કરે છે. આથી ગૌણ અને પ્રધાન બંને એકસાથે હોય તથા એવા સ્થાનોમાં જ્યાં પ્રધાન વિશેષણવડે અર્થ થાય છે ત્યાં પ્રધાનનું જ વિશેષણ ન્યાયી છે, પરંતુ ગૌણનું વિશેષણ ન્યાયી નથી.
અહીં પ્રધાન અર્થી થાય છે એટલે શું ? એ બાબતમાં જણાવીએ છીએ કે પ્રધાનને જ્યારે કોઈકની ગરજ હોય છે અર્થાત્ પ્રધાન વિશેષ્ય બનવા માંગે છે ત્યારે એ પ્રધાનને વિશેષણની અપેક્ષા રહે છે. આથી પ્રધાન એવો અર્થી વિશેષણ દ્વારા જ થાય છે. દા.ત. “રૂ" પ્રત્યય પશુ સ્વરૂપ કર્તા અર્થ હોય ત્યારે થાય છે. આથી પ્રધાન એવા “રૂ” પ્રત્યયને પશુ સ્વરૂપ જે અર્થ છે એવાં વિશેષણની આવશ્યકતા છે. પશુ સ્વરૂપ વિશેષણભૂત અર્થ હશે તો જ “ફ" પ્રત્યય પોતાનું કાર્ય કરી શકશે.
એ જ પ્રમાણે (૫/૩/૧૩૨) સૂત્રમાં પણ પ્રધાન એવાં “ગ” પ્રત્યયને કરણ સ્વરૂપ જે અર્થ છે તેની આવશ્યકતા રહે છે. આથી વ્યંજનાન્ત ધાતુઓથી વિશેષણ સ્વરૂપ કરણ અર્થ હશે તો જ “ધ” પ્રત્યય થશે, પરંતુ વિશેષણનાં વિશેષણ સ્વરૂપ સંજ્ઞા બનતી હોવાથી “ધન્” પ્રત્યયને સંજ્ઞા સ્વરૂપની આવશ્યકતા રહેતી નથી. આથી “વહુતમ્” અધિકાર કરણમાં “ધ” પ્રત્યય થાય અથવા તો ન થાય એટલા પૂરતો જ મર્યાદિત રહેશે, પરંતુ સંજ્ઞામાં “વહુલ”” અધિકાર કહી શકાશે નહિ. આથી તમે (ઉત્તરપક્ષ) જે સંજ્ઞાના વિકલ્પપક્ષ અસંજ્ઞામાં પણ (૫ ૩/૧૩૨) સૂત્રથી “ધ” પ્રત્યય કરવા માંગો છો તે થઈ શકશે નહિ. હવે જો “ધ” પ્રત્યય