________________
૦ ૧-૧-૩૦
૪૩૦
44
--
અનુવાદ :- ગતિ અર્થવાળો “મમ્” ધાતુ પહેલા ગણનો છે. આ “મમ્” ધાતુથી “અ” (૩ળાવિ૦ - ૯૫૨) સૂત્રથી “અસ્” પ્રત્યય થતાં “મયસ્” શબ્દ પ્રાપ્ત થાય છે. આ “મય” અવ્યય સુખ અર્થમાં છે.
“ત્યાગ કરવા” અર્થવાળો ‘“હ્ન'' ધાતુ બીજા ગણનો છે. “વિ” ઉપસર્ગ પૂર્વક “હા” ધાતુથી ‘મિત્ – નિષિખ્યામા:' (૩વિ ૫૯૮) સૂત્રથી વઘુત્ત વચનથી “” પ્રત્યય થાય છે અને “ય”નો આગમ થતાં “વિહાયજ્ઞા” શબ્દ પ્રાપ્ત થાય છે. આ “વિજ્ઞાયસ' અવ્યય આકાશ અર્થમાં છે. આ ‘“વિહાયસા'' અવ્યય તૃતીયાર્થમાં જ આવે છે. દા.ત. “વિહાયસા નઋતિ” તે આકાશમાર્ગેથી જાય છે. આ પ્રમાણેનો ઉપરોક્ત વાક્યનો અર્થ છે. ઉપરોક્ત અવ્યયોમાં કોઈક પ્રકારથી વ્યુત્પત્તિ બતાવી છે, જે વર્ણાનુપૂર્વીના જ્ઞાન માટે જ છે. અહીં વ્યુત્પત્તિ ઉપરથી અર્થોની પ્રાપ્તિ થતી નથી. આ પ્રમાણે અન્યત્ર પણ સમજી લેવું.
“રડવા અર્થવાળો” “” ધાતુ બીજા ગણનો છે. આ હૂઁ ધાતુથી ‘“તૃ-સ્ત્ર-તન્દ્રિ...” (૩ળાતિ. - ૭૧૧) સૂત્રથી બહુવચનના સામર્થ્યથી “રૂં” પ્રત્યય અને “ઞ” આગમ થતાં ‘“રોવી” શબ્દની પ્રાપ્તિ થાય છે. આ રોવી” અવ્યયનો અર્થ આકાશ અને પૃથ્વી થાય છે.
“અવ્” ધાતુ ‘રક્ષણ કરવું” વગેરે અર્થવાળો પહેલા ગણનો છે. આ ‘“અવ્” ધાતુથી ‘“અવેર્મ:” (૩ળાવિ૦ ૯૩૩) સૂત્રથી “મ્” પ્રત્યય થતાં “મવ્યવિ-િિવ...” (૪/૧/૧૦૯) સૂત્રથી “”નો “ટ્” થતાં તેમજ ગુણ થતાં ‘ઞ + ઞો + મ્' પ્રાપ્ત થશે. અહીં બે સમાધાન આપી શકાય - ક્યાં તો હમણાં જ ઉપર જણાવી ગયા તેમ કોઈક રીતે આ વ્યુત્પત્તિ વર્ણાનુપૂર્વીના જ્ઞાન માટે કરી છે અથવા તો ‘‘વૃષોવાયઃ”થી પૂર્વના “”નો લોપ કરીને “ઓમ્” શબ્દ પ્રાપ્ત થાય છે. આ “ોંમ્” શબ્દના ચાર અર્થો છે : (૧) બ્રહ્મા, (૨) પ્રારંભ (અભ્યાદાન), (૩) સ્વીકાર (પ્રતિશ્રવણ), (૪) અભિમુખ કરવું. પ્રાચીન કાળમાં સ્વીકૃતિ અર્થમાં ઞોનો અર્થ પ્રસિદ્ધ હતો. “ઓમ્ તમ્” હા મારા વડે કરાયું. સામેવાળો વ્યક્તિ કંઈક જણાવતો હોય ત્યારે સાંભળનાર વ્યક્તિ ‘‘ઓમ્’” બોલીને જણાવનાર વ્યક્તિને પોતાની અભિમુખ કરે છે. “ોમ્’’ અવ્યય પ્રારંભ અર્થમાં પણ આવે છે. કોઈપણ મન્ત્રના આરંભમાં ‘‘ઓમ્” શબ્દનું ઉચ્ચારણ થાય છે. વર્તમાનમાં “ૐ” એ પ્રમાણે પ્રસિદ્ધિ છે. ‘૩’ બાહ્મીલિપિમાં છે, જે “ઓ”ની સમાન જ છે. રઘુવંશ, રામાયણ અને મહાભારત વગેરે ગ્રન્થોમાં ‘‘ૐ” પ્રારંભ અર્થમાં પ્રસિદ્ધ છે. ‘ઞ + ઓ + મ્' અહીં ‘’ અને ‘ઓ’ ભેગા થઈને ‘' ઉચ્ચારણ થાય છે તથા “મ્”નું બિન્દુ થઈને “'' ઉચ્ચારણ થઈ શકે છે. પાણિની વ્યાકરણમાં ‘ઓમ્’ના પ્રારંભ અર્થ માટે એક અલગ સૂત્ર આવે છે. ‘‘ઓમમ્યાવને” (પાણિની-૮/૨/૮૭). આમ મન્ત્રાક્ષરોના પ્રારંભમાં જ્યાં જ્યાં ‘ઓમ્'' આવતો હશે ત્યાં ત્યાં પ્રારંભ અર્થવાળો ‘“ોમ્” હશે.