________________
૪૫૭
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ નતત્પુરુષ સમાસ કરવા દ્વારા સત્ત્વનો નિષેધ બતાવવામાં આવ્યો છે. વિધિ અને પ્રતિષેધ દ્રવ્ય સંબંધમાં જ હોઈ શકે. અહીં સત્ત્વનો નિષેધ કરવામાં આવ્યો છે. આથી દ્રવ્યપદાર્થવાળો સત્ત્વ શબ્દ સમજવામાં આવે તો જ એમાં પ્રતિષેધ થઈ શકશે, પરંતુ ક્રિયાપદાર્થવાળો સત્ત્વ શબ્દ લેવામાં આવે તો એવા સત્ત્વનો પ્રતિષેધ થઈ શકતો નથી. કારણ કે, સત્ત્વ શબ્દથી જો સત્તા સ્વરૂપ ક્રિયા અર્થ લેવામાં આવે તો સત્તાનો પ્રતિષેધ જે સૂત્રમાં કરવામાં આવ્યો છે, તે નિરર્થક સિદ્ધ થશે, કારણ કે “વાવિ” ગણપાઠમાં સત્તાવાચી કોઈ શબ્દ જ નથી. વળી “દ્દિ” ગણપાઠમાં જેટલા અવ્યયો છે, એ અવ્યયોમાં અમુક અવ્યયોના અર્થ સત્તાવાચક પણ હોય અને દ્રવ્યવાચક પણ હોય તો એવું કહી શકાય કે સત્તા અર્થવાળા જો “વાવિ” શબ્દો ન હોય તો અવ્યયસંજ્ઞાવાળા થાય છે. પરંતુ અહીં તો સત્તાવાચી કોઈ શબ્દો જ નથી. આથી જ નિષેધ નિરર્થક સિદ્ધ થશે.
વળી તમે સત્તાવાચી અર્થ માન્યો છે, આથી સત્તા ભિન્ન અર્થવાળા જે જે હશે તે તે બધાની અવ્યયસંજ્ઞા થશે. આથી “પશુä પુરુષઃ” પ્રયોગમાં “પશુ” શબ્દમાં પણ અવ્યયસંજ્ઞાનો પ્રસંગ આવશે. અહીં “સત્ત્વ" શબ્દથી સત્તા અર્થ લીધો છે અને આ પ્રયોગમાં ‘“પશુ” શબ્દ પુરુષનો વાચક હોવાથી વળી ‘‘વાવિ’” ગણપાઠમાં એનો પાઠ પણ છે તથા પુરુષનો વાચક હોવાથી સત્તા ભિન્ન અર્થવાળો પણ છે, આથી આ “પશુ” શબ્દમાં અવ્યયસંજ્ઞાની પ્રાપ્તિ આવે છે. “પશુવૈ પુરુષઃ”નો અર્થ પુરુષ નિશ્ચિતપણે પશુ છે, ત્યાં “વૈ” અવ્યય નિશ્ચિત અર્થમાં છે.
વળી સત્ત્વ શબ્દનો સત્તા (ક્રિયા) અર્થ કરશો તો સત્તાવાચકથી ભિન્ન શબ્દોમાં અવ્યયસંજ્ઞાની પ્રાપ્તિ આવશે તે આ પ્રમાણે છે - “૬: પતિ:” (ચ એ પ્રમાણે વ્યક્તિ ભણ્યો.) “દિર્યસ્માર્થે (ત્તિ એ હેતુ અર્થમાં છે.) અહીં “વઃ” તેમજ “ષ્ટિ' વગેરે અનુકરણવાચક દ્રવ્યાર્થવાળા હોવાથી સત્તા અર્થવાળા નથી. આથી સત્તા ભિન્ન અર્થવાળા ઉપરોક્ત તમામ શબ્દોમાં અવ્યયસંજ્ઞાની પ્રાપ્તિ આવે છે. ખરેખર તો ઉપરોક્ત તમામ પ્રયોગમાં એ બધા અવ્યયસંજ્ઞાવાળા થતાં નથી. આમ સત્ત્વ શબ્દનો સત્તાવાચક અર્થ કરીશું તો અભિમત વિષયવાળા વિધિ અને પ્રતિષેધની વ્યવસ્થા થઈ શકશે નહીં. કારણ કે “વાવિ” ગણપાઠમાં બધા જ શબ્દો સત્તા (ક્રિયા) અર્થવાળા નથી. આથી એવું કહી શકાશે નહીં કે “વવિ” ગણપાઠમાં આટલા શબ્દો સત્તા ભિન્ન અર્થવાળા છે અને આટલા શબ્દો સત્તા અર્થવાળા છે, પરંતુ સત્ત્વ શબ્દનો જો દ્રવ્ય સ્વરૂપ અર્થ કરીશું તો વિધિ અને પ્રતિષેધની વ્યવસ્થા થઈ શકશે. જે જે દ્રવ્યથી ભિન્ન અર્થવાળા હશે તે તે શબ્દોમાં અવ્યયસંજ્ઞા સ્વરૂપ વિધિ થઈ શકશે તેમજ દ્રવ્ય અર્થવાળા જે જે શબ્દો હશે તેમાં અવ્યયસંજ્ઞાનો નિષેધ થઈ શકશે.
દ્રવ્ય શબ્દથી વિશેષ્ય સ્વરૂપ વસ્તુ કહેવાય છે. આ વિશેષ્ય સ્વરૂપ વસ્તુના બે વિશેષણ છે. જે “મ્” “ત” વગેરે સર્વનામોથી વિચારી શકાય છે તે દ્રવ્ય છે તથા જાતિ, ગુણ વગેરેથી