________________
સૂ૦ ૧-૧-૩૩
૫૫૨
છે. “વિરાત્” અને “અસ્મા” આ બંને શબ્દો પંચમી વિભક્તિ એકવચન અંત જેવાં અવ્યયો થાય છે. “ચિરસ્થ” વગેરે ત્રણ શબ્દો (મમ સુધી) ષષ્ઠી વિભક્તિ એકવચન અંત જેવાં અવ્યયો થાય છે. પવેથી શરૂ કરીને માત્રયમ્ સુધીનાં આઠ શબ્દો સપ્તમી વિભક્તિ એકવચન અંત જેવાં અવ્યયો થાય છે.
“અમ્” વગેરે શબ્દો હું વગેરે અર્થમાં પ્રથમા વગેરે વિભક્તિ અંતવાળા જ છે, એવું કહેવું નહીં. અયુ: તથા અદ્રેત્ય વગેરે પ્રયોગોમાં વિભક્તિનો લોપ “પેાર્થે” (૩/૨/૮) સૂત્રથી જણાતો નથી. જો આ બધાને વિભક્તિ અંત જેવાં ગણીને અવ્યયસંજ્ઞા ન માનીએ તો “અહંયુઃ”, “પ્રેનૃત્ય” વગેરેમાં વિભક્તિનો લોપ થયે છતે મઘુ:, ‘“અપ્રત્ય’” વગેરે શબ્દો સંભળાત. પરંતુ વિભક્તિ અંતવાળા જેવાંની અવ્યયસંજ્ઞા થવાથી હવે અવ્યયને નવી વિભક્તિ આવી અને “પેાર્થે’” સૂત્રથી લોપ થશે. અહીં “અહમ્” વગેરે પ્રકૃતિ બની, આથી કોઈ પણ જાતનાં ફેરફાર વિનાની જ રહેશે. આથી જ બૃહવૃત્તિ ટીકામાં લખ્યું છે કે, ‘‘અમ્” વગેરે પ્રથમા વગેરે વિભક્તિ અંત જેવાં અવ્યયસંજ્ઞાવાળા થાય છે તથા “અસ્તિ” વગેરે જે ત્તિવાદ્દિ અંતવાળા છે તે શબ્દોને પણ ત્તિવાહિ અંતવાળા જેવાં માનીને જ આ સૂત્રથી અવ્યયસંજ્ઞા કરી છે. તેનું પ્રયોજન કહેવાઈ જ ગયું છે.
અહીં અમારી કેટલીક વિચારણાઓ જણાવીએ છીએ : (૧/૧/૩૨) સૂત્રથી “પિત્ તમ્” વગેરે પ્રત્યયાંતવાળાની અવ્યયસંજ્ઞા થઈ જ જતી હતી, છતાં આ સૂત્રમાં ફરીથી તસ્ વગેરે પ્રત્યયાંતવાળાની અવ્યયસંજ્ઞા શા માટે કરી ? આનાં અનુસંધાનમાં આ સૂત્રથી તા: વગેરે શબ્દોની જે અવ્યયસંજ્ઞા થશે તે “પિત્તસ્” વગેરે સ્વરૂપ તદ્ધિત પ્રત્યયાંતવાળા શબ્દો ગણાશે નહિ. પરંતુ માત્ર અવ્યુત્પન્ન નામ જ ગણાશે. આથી તદ્ધિત અંત માનીને જે અર્થ થતાં હશે, તે અર્થો આ અવ્યયનાં થશે નહીં તથા આ અવ્યયો તદ્ધિત પ્રત્યયાંતવાળા છે એવું માનીને તે તે સૂત્રો સંબંધી કાર્યો પણ નહિ થાય. દા.ત. યથાઽથા (૩/૧/૪૧) સૂત્રથી “યથા” અવ્યય અવ્યુત્પન્ન હશે તો જ સમાસ થશે. એટલે કે એ સૂત્રથી “યથા રેવત્ત: તથા યજ્ઞત્ત:' અહીં સાદશ્ય અર્થ હોવાથી (૩/૧/૪૧) સૂત્રથી સમાસ થશે નહીં. આથી સાદશ્ય અર્થમાં હવે “યથા’ અવ્યય આવશે તો (૩/૧/૪૦) સૂત્રથી પણ સમાસ થશે નહિ. અહીં વિભક્તિ અન્ત જેવી આભાવાળા તથા તમ્ વગેરે પ્રત્યયાન્ત જેવી આભાવાળા અવ્યયોના અર્થો તદ્વિતાન્ત જેવા નથી થતાં. માટે જ અમે બૃહદ્વૃત્તિટીકાના ભાષાંતરમાં અલગ અલગ અર્થો આપ્યા છે.
-: ન્યાસસારસમુદ્ધાર ઃ
न्या० स० विभक्तीत्यादि - आदङ्केति - अत्र " तकु कृच्छ्रजीवने" इत्यस्य स्थाने दकुरिति પન્તિ રી