________________
૫૦૩
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ બોલ્યું હોય તે પ્રમાણે જ બીજો વ્યક્તિ બોલે ત્યારે ‘“અનુવવૃતિ” શબ્દપ્રયોગ થાય છે. જેનો અર્થ બોલેલાની સમાન બોલે છે.)
(૬) ગર્થામાવ :- “કોઈ ચોક્કસ પદાર્થનો અભાવ” અર્થમાં “અનુ” અવ્યય આવે છે. ‘‘અનુતપતિ” (તે પ્રાયશ્ચિત્ત કરે છે.) કોઈક વ્યક્તિથી ભૂલ થઈ ગઈ હોય ત્યારે તે ભૂલને દૂર કરવા માટે પ્રાયશ્ચિત્ત કરે છે. આથી ભૂલ સ્વરૂપ જે પદાર્થ છે તેનો અભાવ થતો હોવાથી ગર્થામાવ સ્વરૂપ અર્થમાં “અનુ' અવ્યય આવ્યો છે.
(૭) આયતી :- ભવિષ્ય અર્થમાં “અનુ” અવ્યય આવે છે. દા.ત. અનુશય: (પ્રાયશ્ચિત્ત.) અનુવન્ધ: (સાતત્ય અથવા તો અબાધ પરંપરા) પ્રાયશ્ચિત્ત કરતી વખતે જીવ ભવિષ્યના વિપાકોને ધ્યાનમાં રાખે છે. આથી ભવિષ્યના વિપાકોને યાદ કરીને પ્રાયશ્ચિત્ત કરાતું હોવાથી “મનુ” અવ્યય ભવિષ્ય અર્થમાં કહી શકાય છે. તે જ પ્રમાણે જીવ આજે જ્યારે કર્મબંધ કરતો હોય ત્યારે આજની અપેક્ષાએ બંધ કહેવાય છે અને ભવિષ્યની અપેક્ષાએ બંધનો બંધ કહેવાય છે અર્થાત્ બંધ થયા પછીનો જે બંધ થવાનો છે, તેને “અનુબંધ” કહેવાતો હોવાથી અહીં “મનુ” અવ્યય ભવિષ્ય અર્થમાં છે.
**
(૮) નિń :- અનુમતિ અર્થમાં “અનુ” અવ્યય આવે છે. દા.ત. “અનુજ્ઞાતોઽત્તિ' (તું સંમત થયો છે અથવા તો તું અનુમત થયો છે.)
(૯) કૃશાર્થ :- વધારે અર્થમાં “અનુ” અવ્યય આવે છે. દા.ત. અનુરત: (વધારે આસક્ત) તથા અનુસ્મરતિ (તે વધારે સ્મરણ કરે છે.)
(૧૦) સાદૃશ્ય :- સમાન અર્થમાં “અનુ” અવ્યય આવે છે. દા.ત. ‘“અનુરોતિ” (તે અનુકરણ કરે છે.) અહીં સામેવાળો જેવું કરે છે એવું તે કરતો હોવાથી “અનુળ’”માં સાદેશ્ય આવે છે તથા અનુરૂપમ્ (રૂપને યોગ્ય અથવા તો સ્વરૂપને યોગ્ય.) અહીં પણ સાદશ્ય અર્થમાં “અનુ” અવ્યય આવ્યો છે.
(૧૧) હિતાર્થ :- કલ્યાણ અર્થમાં “અનુ” અવ્યય આવે છે. દા.ત. અનુલોમક્રોતિ (તે લોમને= રુંવાટીને અનુસરે છે.) કોઈક વ્યક્તિ જે બાજુ રુંવાટી વળતી હોય તે બાજુ જ માલીસ કરે ત્યારે “અનુલોમમ્ રોતિ' વાક્યનો પ્રયોગ થાય છે તથા રુંવાટી જે દિશામાં વળેલી હોય તેનાથી વિપરીત દિશામાં જો માલીશ કરવામાં આવે તો “પ્રતિજ્ઞોમમ્ ોતિ' વાક્યનો પ્રયોગ થાય છે. ‘‘અનુઋોશ રોતિ' (આક્રોશ કર્યા પછી દયા કરવામાં આવે છે તે અર્થ આ પ્રયોગનો થાય છે.) અનુવૃદ્ઘતિ (અનુકંપા કરે છે.)
ઉપરના “અનુ” અવ્યયવાળા ત્રણેય પ્રયોગોમાં કર્તાને હિતબુદ્ધિ હોવાથી “મનુ” અવ્યય હિતાર્થમાં આવે છે.