________________
૪૫૮
સૂ૦ ૧-૧-૩૧ જે પૃથગુ કરી શકાય છે તે દ્રવ્ય છે. આમ અહીં સમુદિત અર્થ આ પ્રમાણે થશે – “ ” “ટુ” વગેરે સર્વનામોથી જે વિચારી શકાય છે તથા જાતિ, ગુણ વગેરેથી જે પૃથગુ કરી શકાય છે એવી વિશેષ્ય સ્વરૂપ વસ્તુ છે તે દ્રવ્ય કહેવાય છે. તેના સંબંધમાં આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યજી હવે વાક્યપદીય ગ્રન્થના બીજા વાક્યકાંડના ૪૩૪મા શ્લોકનો પાઠ આપે છે – શબ્દ એ પદાર્થનું ઉપલક્ષણ છે, પરંતુ પદાર્થનું વિશેષણ નથી. શબ્દ જો પદાર્થનું વિશેષણ બને તો પદાર્થનો ધર્મ શબ્દ બની જશે. દા.ત. “ટૂરશબ્દ છે. એનો પદાર્થ અમુક અંતર પછી હોય છે અને શબ્દ અહીં વિદ્યમાન હોય છે. આથી “તૂર” શબ્દ અને “તૂર” પદાર્થનો સંબંધ હોતો નથી, છતાં પણ “તૂશબ્દ એ “તૂર” પદાર્થનું સ્વરૂપ છે અને આને જ વસ્તુનો ઉપલક્ષણ સ્વરૂપ ધર્મ કહેવાય છે. જેમ કે ઘર વગેરેમાં અવિદ્યમાન એવો કાગડો પણ ઘરનું સ્વરૂપ કહેવાય છે. એ જ પ્રમાણે દ્રવ્યમાં અંવિદ્યમાન એવો શબ્દ પણ દ્રવ્યનું સ્વરૂપ કહેવાય છે, જે ઉપલક્ષણ સ્વરૂપે કહેવાય છે. વસ્તુમાં વિદ્યમાન હોય અને વસ્તુની ઓળખાણ કરાવે તે લક્ષણ કહેવાયું છે અને વસ્તુમાં અવિદ્યમાન હોય અને પદાર્થની ઓળખાણ કરાવે તેને ઉપલક્ષણ કહેવાય છે. સર્વનામો પણ પદાર્થના ઉપલક્ષણ સ્વરૂપ છે. ગ્રન્થકાર આ શ્લોકમાં દ્રવ્યની વ્યાખ્યા કરતાં કહે છે કે, જેના સંબંધમાં પદાર્થ માત્રનું કથન કરનારું સર્વનામ પ્રયોજાય છે, તેને દ્રવ્ય કહેવાય છે તથા જાતિ વગેરે દ્વારા જેમાં વિશેષ્યત્વ પ્રાપ્ત થાય છે, તે પદાર્થને દ્રવ્ય કહેવાય છે.
“સર્વ વગેરે સર્વનામો પદાર્થ માત્રનું કથન કરે છે તથા “” વગેરે સર્વનામો વિશિષ્ટ વસ્તુઓના વાચક છે. “” સર્વનામ પ્રત્યક્ષ અર્થનું વાચક છે. જ્યારે “તમ્” સર્વનામ પરોક્ષ અર્થનું વાચક છે. આમ દ્રવ્યની વ્યાખ્યા સંક્ષેપથી આ પ્રમાણે થશે - જેના સંબંધમાં પદાર્થના ઉપલક્ષણ સ્વરૂપ સર્વનામ પ્રયોગ કરાય છે તથા ભેદ્યત્વથી (જાતિ, ગુણ વગેરે) જે અર્થ વિવક્ષિત કરાય છે, એ અર્થને દ્રવ્ય કહેવાય છે.
(शन्या०) भेद्यत्वेन जात्यादिभिर्विशेष्यत्वेनेत्यर्थ इत्याह सीदत इति-विशेषणभावेनेति શેષ:
અનુવાદ:- શ્લોકમાં જે “મેદ્યત્વેન” શબ્દ લખ્યો છે તેનો અર્થ જણાવતાં આચાર્ય ભગવંતશ્રી કહે છે કે, “મેદ્યત્વ” એટલે જાતિ વગેરે વિશેષપણાંથી તેવો બોધ કરવો. બ્રહવૃત્તિટીકામાં “સીત:..” પંક્તિઓ લખી છે, એના સંબંધમાં આચાર્ય ભગવંત કહે છે કે, જેમાં લિંગ, સંખ્યા વિશેષણભાવથી રહે છે, તે સત્ત્વ છે અર્થાત્ લિંગ, સંખ્યાવાળું જે છે તે દ્રવ્ય છે.
(श०न्या०) नन्वसत्त्वे इति पर्युदासो वाऽयं स्याद्-यदन्यत् सत्त्ववचनादिति ? प्रसज्यप्रतिषेधो वा-सत्त्ववचने नेति ? तत्र यद्ययं पर्युदासः स्यात् तदा 'सत्त्वादन्यत्र वर्तमानाश्चादयो