________________
४४८
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અનુવાદ :- બ્રહવૃત્તિ ટીકામાં “વ” વગેરે અવ્યયોનો ગણપાઠ આવ્યા પછી “તિ વરદ્રિય:” શબ્દો લખ્યા છે. આથી પ્રશ્ન થાય છે કે “તિ”નો અર્થ શું કરવો? “તિ” સમાપ્તિ અર્થમાં પણ આવે છે અને પ્રકાર અર્થમાં પણ આવે છે. જો સમાપ્તિ અર્થમાં “તિ” શબ્દ સમજવામાં આવે તો “વ'થી શરૂ કરીને “પ્રદુ" સુધીના અવ્યયો જ લઈ શકાય. એના સિવાયના શબ્દોમાં અવ્યયસંજ્ઞા ન થાય, પરંતુ આ ગણપાઠથી અતિરિક્ત શબ્દોમાં પણ અવ્યયસંજ્ઞા કરવી છે. માટે “તિ" અવ્યય અહીં પ્રકાર અર્થમાં છે. આથી આવા પ્રકારવાળા “વ” વગેરે અવ્યયો છે, પરંતુ “સ્વ”થી આરંભીને “પ્રદુ" સુધીના શબ્દો જ અવ્યયો છે, એવો બોધ કરવાનો નથી.
પૂર્વપક્ષ :- આપ કહો છો કે, “સ્વ'થી શરૂ કરીને “પ્રદુ" સુધીના જ શબ્દો અવ્યયો છે એવું સમજવાનું નથી, પરંતુ અધિક શબ્દો અવ્યય તરીકે છે એવો બોધ કરવાનો છે, પરંતુ સૂત્રમાં કોઈ વિશેષતા ન હોવાથી આવો બોધ કેવી રીતે થઈ શકશે? અર્થાત્ સૂત્રમાં જણાવેલા અવ્યયોથી અતિરિક્ત અવ્યયો પણ “સ્વરદ્રિ” ગણપાઠમાં છે એવો બોધ સૂત્ર ઉપરથી કેવી રીતે થઈ શકશે? વળી “તિ” શબ્દ સમાપ્તિ અર્થમાં પણ વિદ્યમાન હોવાથી ગણપાઠથી અતિરિક્ત અવ્યયો છે એવો નિશ્ચિત બોધ પણ કેવી રીતે થઈ શકશે ?
ઉત્તરપક્ષ :- અહીં સૂત્રમાં બહુવચન કર્યું હોવાથી અધિક અવ્યયો છે એવો બોધ થઈ શકે છે. બહુવચન આકૃતિ ગણના પ્રયોજનવાળું છે. આવું સ્વરૂપ જેનું છે. તે બધા “સ્વ” વગેરે અવ્યયો છે. આવા પ્રકારનું સ્વરૂપ જેનાથી નિયંત્રિત કરાય છે, તે આકૃતિ કહેવાય છે અને આ આકૃતિનો સમૂહ તેના પ્રયોજનવાળું બહુવચન છે. “વરાતિ” શબ્દ સંજ્ઞી તરીકે છે અને “અવ્યય” શબ્દ સંજ્ઞા તરીકે છે. જે સંજ્ઞાવાચક શબ્દ છે તે વિશેષ્ય છે તથા “વ”િ શબ્દ એ વિશેષણ તરીકે છે. હવે સંજ્ઞાવાચક શબ્દને એકવચન કરવામાં આવ્યું છે. આથી “વરાત્રિ” શબ્દમાં પણ એકવચન થવું જોઈએ છતાં પણ “સ્વરાદ્રિ” શબ્દમાં જે બહુવચન કર્યું છે, તે “સ્વરાત્રિ સિવાયના શબ્દો પણ અવ્યય તરીકે છે એવું જણાવવા માટે જ છે. અમે બહુવચનના સામર્થ્યથી વધારે અવ્યયો માન્યા છે એના અનુસંધાનમાં વૈદિક ગ્રન્થનો શાસ્ત્રપાઠ આપીએ છીએ. વૈદિક ગ્રન્થોના બે શ્લોકના અર્થો આ પ્રમાણે છે –
"इयन्त इति संख्यानं निपातानां न विद्यते । प्रयोजनवशादेते निपात्यन्ते पदे पदे" ॥२१॥ નિપાતોની (અવ્યયોની) આટલી જ સંખ્યા વિદ્યમાન નથી કારણ કે પ્રયોજનના વશથી આ અવ્યયો તે તે સ્થાનમાં નિપાતન કરવામાં આવે છે. જે શબ્દોને કોઈક પ્રક્રિયા વગર શુદ્ધ માની લેવામાં આવે છે. તે નિપાતન કહેવાય છે.
અહીં બધા અવ્યયોના અર્થોનું કથન કરવામાં આવ્યું છે તે ઉદાહરણ (નિદર્શન) માત્ર જ