________________
૪૫૧
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ એટલે કે અન્ય પદના જે અર્થો હોય છે એ જ અર્થોને “ર” વગેરે અવ્યયો અન્યપદોના અર્થોને પ્રકાશિત કરવા માટે સહકારી કારણ તરીકે ભાગ ભજવે છે. જ્યારે જેનો પ્રયોગ અન્ય પદોના સામીપ્ય વિના પણ થઈ શકે છે, તે વાચક અવ્યયો કહેવાય છે. “સ્વરઢિ” અવ્યયો એ વાચક અવ્યયો છે. દા.ત. “: સુરસ્વતિ ” (સ્વર્ગ સુખી કરે છે.) વાચક અવ્યયો કોઈની પણ અપેક્ષા વિના સ્વાર્થનું પ્રકાશન કરે છે, માટે તે વાચક અવ્યયો છે.
અવ્યયીભાવ સમાસમાં અવ્યયપણું સ્વીકારવા યોગ્ય નથી. જો અવ્યયીભાવ સમાસમાં પણ અવ્યયપણું સ્વીકારવામાં આવે તો “વ્ર” “નીવ” વગેરે પ્રયોગમાં “નવ્યયસ્થ શો ર્ વ” (૭/૩/૩૧) સૂત્રથી જેમ “મનો પ્રસંગ આવે છે, તેમ “પાન”, “પ્રત્યાન” વગેરે અવ્યયીભાવ સમાસોમાં પણ “મની પ્રાપ્તિનો પ્રસંગ આવત તથા “તોષામમા ” વગેરેમાં જેમ “” આગમનો પ્રતિષેધ અવ્યયના કારણે (“તોષા” અવ્યય હોવાને કારણે) (૩/૨/૧૧૧) સૂત્રથી થાય છે. તે જ પ્રમાણે અવ્યયીભાવ સમાસને પણ અવ્યય માનવામાં આવે તો
૩૫Íમન્ય" વગેરે પ્રયોગોમાં પણ (૩/૨/૧૧૧) સૂત્રથી “” આગમનો પ્રતિષેધ થવાની આપત્તિ આવશે. ખરેખર તો એવા પ્રયોગોમાં “”નો આગમ થાય છે. માટે જ ૩૫મનમાં અત્તમાં અનુસ્વાર લખેલ છે.
પૂર્વપક્ષ :- જો તમે અવ્યયીભાવ સમાસને અવ્યય નહીં માનો તો “નૃતાર્થપૂરાવ્યો ...” (૩/૧/૮૫) સૂત્રથી જે અવ્યયો સાથે ષષ્ઠીઅન્તવાળા નામોના સમાસનો નિષેધ કરાયો છે તો ષષ્ઠી વિભક્તિ-વાળા નામોનો અવ્યયીભાવ સમાસ સાથે સમાસ થતો નથી એવું તમે કહી શકશો નહીં. ખરેખર તો પશ્યન્ત નામોનો અવ્યયીભાવ સમાસનો નિષેધ થાય જ છે. આથી અવ્યયીભાવ સમાસને પણ અવ્યય માનવા જોઈએ. અમે (પાણિનીજી) તો અવ્યયીભાવ સમાસને પણ અવ્યય જ માનીએ છીએ. આથી ષષ્ઠીઅત્તવાળા નામોની સાથે અવ્યયીભાવ સમાસના સમાસનો નિષેધ થઈ શકશે. જ્યારે તમે તો (પૂજ્ય હેમચન્દ્રાચાર્ય) અવ્યયીભાવ સમાસને “અવ્યય માનતા નથી. આથી ષષ્ઠીઅત્તવાળું નામ + અવ્યયીભાવ સમાસ આ બે નામોના સમાસનો નિષેધ કરવા માટે પૃથર્ગે પ્રયત્ન કરવો પડશે.
ઉત્તરપક્ષ :- અમારે ઉપરોક્ત આપત્તિ આવતી નથી. સમાસ પ્રકરણ ચાલુ થયું ત્યારે સમાસ સંબંધી અધિકારસૂત્રમાં (“નામ નાનૈઋાર્ગે સમાસો વહુનમ્” (૩/૧/૧૮)) બહુલમ્ અધિકાર કરવામાં આવ્યો છે. આથી એ બહુલમ્ અધિકારથી અમે ષષ્ઠી વિભક્તિવાળા નામોનો અવ્યયીભાવ સમાસ સાથે સમાસનો નિષેધ સમજી લઈશું. કદાચ તમે કહેશો કે બહુલમ્ અધિકારથી આવું કેવી રીતે સમજી શકાય? આ તો અત્યન્ત અઘરું છે. આથી અમે કહીએ છીએ કે, આચાર્ય ભગવંતે આવા સમાસોમાં જે અવ્યયીભાવ એ પ્રમાણે મોટી સંજ્ઞા કરી છે તેનાથી