________________
૪૨૫
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ આવ્યું હોય તે નામ કોઈને અત્તે હોય તો તે સંબંધી વિધિ થતી નથી. દા.ત. અહીં “સ્વ” વગેરે શબ્દો સંબંધી અવ્યયસંજ્ઞા થાય છે, તો “સ્વ” વગેરે શબ્દો કોઈને અત્તે આવે તો સંજ્ઞાવિધિ થશે નહીં. માટે “પરમોર્વે:”માં કોઈપણ સંજોગોમાં અવ્યયસંજ્ઞા થઈ શકશે નહીં. લૌકિક દુનિયામાં એવું કહી શકાય કે, “શ' સર્વશક્તિનો માલિક છે. હવે આ જ “શ” કોઈકને અન્ત આવે અને રમેશ (૨માં + શ) થઈ જાય તો રમેશ કાંઈ સર્વ શક્તિનો માલિક થઈ શકતો નથી.
ઉત્તરપક્ષ:- આ શંકાના અનુસંધાનમાં જ આચાર્ય ભગવંતશ્રીએ બૃહદુવૃત્તિમાં “મન્વર્ણાશ્રય વ...” પંક્તિઓ લખી છે. અન્વર્થનો આશ્રય કરાયો હોવાથી લિંગ, વિભક્તિ અને વચનોને વિષે જે ફેરફાર પામતા નથી તે અવ્યયો થાય છે. એ પ્રમાણે અન્તર્થસંજ્ઞાનો આશ્રય કરાયો હોવાથી “પરમોર્વે:” વગેરે પ્રયોગોમાં પણ લિંગ, વિભક્તિ અને વચનોને વિશે તે ફેરફાર પામતાં નથી. માટે “તત” એવા સ્વરાદિ વાચક નામોની પણ આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થશે.
હવે “યમ્ અર્થ:-” પંક્તિ દ્વારા “પરમોચૈ ” વગેરે પ્રયોગોમાં પણ અવ્યયસંજ્ઞા થાય છે, તે બતાવે છે. અહીં “કન્વર્થસંજ્ઞા”નો આશ્રય કરાયો છે. આથી લિંગ વગેરેને વિશે ફેરફાર ન પામતાં એવા “વરદ્રિ” અવ્યયસંજ્ઞાવાળા થાય છે. સૂત્રાર્થ આ પ્રમાણે થશે - “મવ્યયમ્ સ્વરોિડવ્યયમ્ ” અહીં અન્તર્થસંજ્ઞાનો આશ્રય કરાયો હોવાથી “સ્વરીયોડય” સૂત્ર ઉપર પ્રમાણે બે “મવ્યય” શબ્દોવાળો થશે. અહીં ઉપસ્થિત થયેલો એવો બીજો “અવ્યય” શબ્દ એ “વરાત્રિ"ના વિશેષ્ય તરીકે જણાય છે. આથી ઉપસ્થિત થયેલા એવા બીજા “મવ્યય” સંબંધી “રઢિ” વિશેષણ તરીકે જણાય છે. હવે “વર”િ કોઈને અત્તે આવશે તો પણ તેવા નામોની અવ્યયસંજ્ઞા થશે.
કેવળ સ્વર્ વગેરેની અવ્યયસંજ્ઞા માટે “વ્યપશિવમાન' હેતુ લખ્યો છે, જેની સમજ આ પ્રમાણે છે: એકમાં પણ આદિ અને અન્તપણું થાય છે અથવા તો એકમાં જ નાના અને મોટાપણું પણ થાય છે. આવી પરિસ્થિતિને વ્યપદેશિવભાવ કહેવામાં આવે છે. જ્યારે ઘણાં બધા હોય ત્યારે કોઈક શરૂઆતમાં હોય છે અને કોઈક અત્તમાં હોય છે, પરંતુ એકમાં પણ એ જ વસ્તુ શરૂઆતમાં કહેવાય છે અને અત્તમાં પણ કહેવાય છે. દા.ત. દેવદત્તને એક દિકરો છે. તો એ જ દિકરો પહેલો પણ કહેવાય છે અને છેલ્લો પણ કહેવાય છે. આથી વ્યપદેશિવભાવથી માત્ર “સ્વ” વગેરે અવ્યયોમાં પણ “તત્ત"નું જ્ઞાન થવાથી અવ્યયસંજ્ઞા જણાય છે. “તદ્દન્ત' એવા “પરમોર્વે:” વગેરેમાં અવ્યયસંજ્ઞા જણાય છે તે અગાઉ જણાવ્યું છે.
(श०न्या०) ननु स्वरादौ किञ्चिच्छक्तिप्रधानं किञ्चित् क्रियाप्रधानम्, तथाहि उच्चैःप्रभृतीनां सप्तम्यर्थवृत्तेविभक्त्यर्थप्रधानता, हिरुक्पृथक्प्रभृतीनां क्रियाविशेषणत्वात् क्रियाऽर्थप्रधानता,