________________
સૂ૦ ૧-૧-૩૦
૪૧૬ એક જ અર્થ પ્રાપ્ત કરી શકાય છે, જો બીજો અર્થ કરવો હોય તો બીજું વાક્ય અથવા તો બીજો શબ્દ રજૂ કરવા યોગ્ય છે. દા.ત. આપણે કહીએ કે આ પાચક છે, તે સમયે આ રસોઈ કરવાવાળો છે એવો જ બોધ લોકોને થતો હોય છે પરંતુ તે જ સમયે લોકોને આ વ્યક્તિનું નામ પણ પાચક છે એવો બોધ થતો નથી. જો લોકોને એવો બોધ કરાવવો હોય તો આ પાચક છે એવું બોલ્યા પછી આ વ્યક્તિનું નામ પણ પાચક છે એવું બીજીવાર ઉપરોક્ત શબ્દનું ઉચ્ચારણ કરીને કહેવું પડે છે. આ સંજોગોમાં તમે તો અહીં “મવ્યયમ્” શબ્દ એક જ વાર લખ્યો છે, તો એક જ પ્રયત્નથી ઉભય અર્થની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકશે? તે આ પ્રમાણે છે – જો “મવ્યયમ્' શબ્દ અન્વર્થપણું જણાવે તો “મવ્યયમ્” શબ્દ અન્વર્થપણાં સ્વરૂપ અર્થને પરાધીન થઈ જવાથી એ જ શબ્દ સંજ્ઞાને બતાવી શકશે એવું શક્ય બનશે નહીં. અર્થાત્ “મવ્યયમ્” શબ્દ હવે શબ્દસ્વરૂપના આશ્રયભૂત થતો નથી, માટે આ “મવ્યયમ્” શબ્દ હવે સંજ્ઞાને બતાવી શકશે નહીં. કદાચ આ જ “મવ્યયમ્” શબ્દ નો અર્થ નિરપેક્ષ એવા સ્વરૂપના આશ્રયભૂત સંજ્ઞાપણાને પ્રાપ્ત કરશે તો તેવી સંજ્ઞા કોઈ વિશેષપણાને પ્રાપ્ત કરી શકશે નહિ. અર્થાત્ “સ્વ” વગેરે
અવ્યય' સંજ્ઞાવાળા થાય છે એટલું જ તાત્પર્ય “ગય" શબ્દ દ્વારા જણાશે, પરંતુ આ “વ” વગેરે અનેકપણાને પ્રાપ્ત કરતાં નથી એવો અર્થ જણાશે નહીં.
(शन्या०) अत्रोच्यते-लोके हि द्विविधा संज्ञा-नैमित्तिकी पारिभाषिकी चेति, तत्र यथा 'कृष्ण' इति संज्ञा सति कृष्णगुणे क्रियमाणा निमित्तप्रयुक्ता नैमित्तिकी, यथा-वासुदेवस्य, असति तु पारिभाषिकी, यथा-कश्चि(कस्यचि)द् गौरस्य । एवं सति संज्ञाकरणकाल एव विशिष्टस्य संज्ञाकरणात् तन्निमित्तशून्यस्य निवर्तितत्वात् पश्चाद् गुणाभिधानेन रूढिरूपेणैव प्रवृत्तावपि विशिष्टस्यैव प्रतिपत्तिर्न नानागमनमिति ।
ઉત્તરપક્ષ - તમારી વાત સત્ય છે, અર્થભેદે શબ્દભેદ થવો જ જોઈએ. આથી બે અર્થોને જણાવવા હોય ત્યારે બે વાર “અવ્યયમ્' શબ્દનો પ્રયોગ સૂત્રમાં કરવો આવશ્યક છે, પરંતુ અમને આ આપત્તિ આવતી નથી. લોકવ્યવહારમાં બે પ્રકારની સંજ્ઞાઓ કરવામાં આવે છે. (૧) નૈમિત્તિકી તથા (૨) પારિભાષિક. જો કોઈક વ્યક્તિનો વર્ણ કાળો હોય અને એનું કૃષ્ણ નામ પાડવામાં આવે તો આવી સંજ્ઞા નિમિત્તનું આલંબન લઈને કરાઈ હોવાથી નૈમિત્તિકીસંજ્ઞા કહેવાય છે. દા.ત. વાસુદેવની “કૃષ્ણ'સંજ્ઞા કરવામાં આવી છે, તે નિમિત્તનું આલંબન લઈને કરવામાં આવી છે તેથી આવી સંજ્ઞાઓ જયાં જયાં હશે ત્યાં ત્યાં એક જ શબ્દવડે એક સાથે બે અર્થનું પ્રકાશન થશે. માટે અમે પણ અહીં “મવ્યયસંગા” નિમિત્તનું આલંબન લઈને જ કરી છે.
જો કોઈ ગોરા વ્યક્તિની કૃષ્ણસંજ્ઞા કરવામાં આવે તો એ પારિભાષિકસંજ્ઞા કહેવાય છે. આમ સંજ્ઞાઓ બે પ્રકારવાળી હોવાથી કેટલીકવાર જ્યારે સંજ્ઞાકરણ કરવામાં આવે છે ત્યારે ગુણથી