________________
૪૧૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ અવ્યયસંજ્ઞા વગેરે શાસ્ત્રથી જણાતા હોય તો ફરેતરાશ્રય દોષ સ્વાભાવિક જ છે. દા.ત. ધાતુપાઠમાં “ધૂ સત્તાયામ્” લખવામાં આવે તો “પૂ" ધાતુનો હોવા સ્વરૂપ અર્થ તો શાસ્ત્રથી જ જણાય છે. આમ તો હોવા સ્વરૂપ અર્થ તો લોકમાં પ્રસિદ્ધ જ હતો છતાં પણ શાસ્ત્રકારોએ સત્તા અર્થનું કથન કર્યું હોવાથી “ભૂ" ધાતુનો સત્તા સ્વરૂપ અર્થ શાસ્ત્રથી જ પ્રાપ્ત થયેલો કહેવાય છે. એ જ પ્રમાણે અલિંગ-અસંખ્યાત્વ સ્વરૂપ જે અવ્યય છે, એ અવ્યય સ્વરૂપ અર્થ પણ કેટલાક લોકો શાસ્ત્રથી જ જાણે છે અને અવ્યય સંબંધી જે વિભક્તિનો લોપ થાય છે તે પણ કેટલાક લોકોને શાસ્ત્રથી જ જણાય છે. આ પ્રમાણે શાસ્ત્રથી અવ્યયસંજ્ઞાનું વિધાન થયું તેમજ શાસ્ત્રથી અવ્યયસંજ્ઞા સંબંધી વિભક્તિનો લોપ થયો હોવાથી રૂતરેતરાય દોષ છે જ. માટે “તિસંધ્યમવ્યયમ્” સૂત્ર દ્વારા રૂતરેતરાય દોષ આવે જ છે. આથી “સ્વરદ્રિયોડય” સૂત્ર જ બરાબર છે. “અતિસંધ્યમવ્યયમ્” સૂત્ર યોગ્ય નથી જ.
(शन्या०) अस्तु तर्हि प्रयोगेऽश्रूयमाणविभक्तिशब्दोऽव्ययम् । न च दधि मध्विति प्रयोगो(गे)ऽश्रूयमाणविभक्तित्वादतिप्रसङ्गः, 'दध्नि' इत्यादौ विभक्तिश्रवणात् । नन्वत्रापीतरेतराश्रयं भवति, इतरेतराश्रयं च न कल्पते,
અનુવાદ - પૂર્વપક્ષ:- જે જે પ્રયોગમાં વિભક્તિરહિત એવા વિભક્તિના અભાવવાળા શબ્દો સંભળાતા હોય તે તે શબ્દો અવ્યયો કહેવાય છે. કદાચ તમે (સિદ્ધાંતીઓ) એમ કહેશો કે “ધ” “ધ” વગેરેમાં પણ વિભક્તિઓ સંભળાતી નથી. આથી જે અવ્યયો નથી તે પણ અવ્યયો બની જવાની આપત્તિ આવે છે, પરંતુ આવું કહેવું નહીં. “ધ” અને “મધુ”માં ભલે વિભક્તિઓ નથી, પરંતુ “બ” અને “ધુનિ” પ્રયોગોમાં તો વિભક્તિઓ સંભળાય જ છે, માટે અવ્યયસંજ્ઞા સંબંધી આ નવી વ્યાખ્યા જ બરાબર છે.
ઉત્તરપક્ષ :- અહીં પણ તરેતરાશ્રય દોષ આવે જ છે. પ્રયોગોમાં વિભક્તિઓ સંભળાતી નથી માટે અવ્યયસંજ્ઞા થશે. એવું કથન કરનાર તો શાસ્ત્ર જ છે. વળી અવ્યયસંજ્ઞા થશે તો વિભક્તિઓ સંભળાશે નહીં. આ પ્રમાણે સંજ્ઞા અને સંજ્ઞાઆશ્રિત કાર્ય બંને એકબીજા પર આધાર રાખતા હોવાથી રૂતરેતરાશય દોષ આવે જ છે અને જ્યાં રૂતરેતરાશય દોષનો સંભવ હોય ત્યાં કાર્યો થઈ શકતાં નથી.
(शन्या०) तदप्ययुक्तम्-वृद्धव्यवहारादेव शब्दार्थसंबन्धावगमाद् एकत्वादिव्यवहारवदलिङ्गासंख्यत्वमप्यव्ययार्थस्यावगम्यते, तथाहि-इदं तावदयं प्रष्टव्यः-'यद्यपि तावद् वैयाकरणा विभक्तिलोपमारभमाणा अविभक्तिकान् शब्दान् प्रयुञ्जते, ये त्वेते वैयाकरणेभ्योऽन्ये मनुष्याः कथं तेऽविभक्तिकान् शब्दान् प्रयुञ्जते' इति ?, (नन्ववैयाकरणैः संख्याया अज्ञानादेव तद्वाचक