________________
સૂ૦ ૧-૧-૩૦
૪૧૮
પરિસ્થિતિમાં “સ્વરવિ” શબ્દને સૂત્રમાં લખવાની કોઈ આવશ્યકતા જ રહેતી નથી અને આવું લક્ષણ બનાવશો તો ‘‘વાવ્યોઽસત્ત્વ” વગેરે અવ્યયસંજ્ઞાના સૂત્રો પણ બનાવવા આવશ્યક નથી. કારણ કે આ સૂત્રથી બધા જ શબ્દોની અવ્યયસંજ્ઞા થઈ જશે.
ઉત્તરપક્ષ :- આવું લક્ષણ માનવાથી ફતરેતરાશ્રય દોષ આવતો હોવાથી અવ્યયસંજ્ઞાની સિદ્ધિ થઈ શકશે નહીં. તરેતરાશ્રય દોષ આ પ્રમાણે આવે છે : જ્યારે અલિંગપણું અને અસંખ્યાપણું થશે તો અવ્યયસંજ્ઞાપણું થશે અને જે જે શબ્દોમાં અવ્યયસંજ્ઞા થઈ હશે તેમાં જ લિંગ અને સંખ્યાનો યોગ થશે નહીં અર્થાત્ સંજ્ઞાપ્રસિદ્ધિ થશે તો જ લિંગ અને સંખ્યાનો અયોગ કરી શકાશે. આ પ્રમાણે તરેતરાશ્રય દોષ ઉપસ્થિત થાય છે. જે જે તરેતરાશ્રય દોષવાળા હોય તેવા તેવા સૂત્રો અથવા તો શબ્દો પોતાનું કાર્ય કરવા સમર્થ થતાં નથી.
પૂર્વપક્ષ :- અહીં જે જે અવ્યયો છે તે તે લિંગ અને સંખ્યા વગરના છે અને જે જે લિંગ અને સંખ્યા વગરના છે તે અવ્યયો છે એવું જો સૂત્ર દ્વારા સ્થાપિત થયું હોત તો તરેતરાશ્રય દોષ આવત. જે શબ્દથી બોલી શકાય તે વાચનિક છે અને જે શબ્દથી બોલી ન શકાય પરંતુ પ્રતીત હોય તે શાપ્ય હોય છે. અલિંગ, અસંખ્યાત્વ તે વાચનિક નથી અર્થાત્ આ બધું સ્વાભાવિક જ છે, જે સ્વભાવથી છે તેને કહેવાની આવશ્યકતા નથી અને કદાચ આપ સૂત્ર દ્વારા તેને કહો તો એવું કહેવાથી અવ્યયમાં અલિંગ-અસંખ્યપણું આવી જવાનું નથી અને ન કહો તો એમાં અલિંગ-અસંખ્યાપણું નથી રહેવાનું એવું પણ નથી. અહીં સૂત્ર બનાવવા દ્વારા માત્ર અનુવાદ કરવામાં આવ્યો છે અર્થાત્ સિદ્ધ હકીકતનું માત્ર કથન કરવામાં આવ્યું છે. તરેતરાશ્રય દોષ તો ત્યારે જ આવે કે સૂત્રના સામર્થ્યથી અવ્યયસંજ્ઞાપણું થાય અને અવ્યયસંજ્ઞાપણું થાય તો અલિંગઅસંખ્યાપણું થાય, પણ જે વસ્તુ સ્વાભાવિક હોય એમાં કાંઈ તરેતરાશ્રય દોષ આવતો નથી. આ બાબતમાં એક લૌકિક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે સમાન સ્વરૂપથી ચેષ્ટા કરવાવાળા લોકોમાં તથા સમાન સ્વરૂપથી અધ્યયન કરવાવાળા લોકોમાં કેટલાક સફળ થાય છે અને કેટલાક સફળ થતાં નથી. આનાથી એવું તો ન જ મનાય ક્યાં તો બધા સફળ થવા જોઈએ અને ક્યાં તો બધા જ અસફળ થવા જોઈએ. અહીં સફળતા અને નિષ્ફળતા સ્વાભાવિક જ હોય છે, આપણે એમાં કાંઈ કરી શકતા નથી. એ પ્રમાણે અહીં પણ અલિંગ-અસંખ્યાપણું એ સ્વાભાવિક જ છે, માટે અમારે ફતરેતરાશ્રય દોષને અવકાશ જ નથી. અમે તો માત્ર સિદ્ધ હકીકતનું કથન જ કર્યું છે.
-
ઉત્તરપક્ષ :- કેટલાક લોકો દ્વારા અર્થની જાણકારી શાસ્ત્ર દ્વારા જ જાણવામાં આવે છે. શાસ્ત્રકારોએ જ્યારે એમાં અલિંગ-અસંખ્યાપણું જણાવ્યું ત્યારે ખબર પડી કે, અવ્યયમાં અલિંગઅસંખ્યાપણું છે, અને જો એમાં અલિંગ-અસંખ્યાપણું આવશે તો અવ્યયસંજ્ઞા થશે. માટે જો