Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
છે. જેઓ કંદમૂળ અને ફળ વગેરેને ક્યારેય સ્પર્શતા નથી. હમણું દુઃખિત સાર્થમાં તેઓ છે. તેઓને માર્ગમાં જે કાર્ય હોય તેને સ્વીકાર કરીને મારી સાથે લાવ્યો છું. આજે જ તેઓ સ્મૃતિપથમાં આવ્યા. જડ એવા મેં શું કર્યું? વચનમાત્રથી પણ આજ સુધી મેં ઉચિત ન કર્યું. આજે હવે તે સૂરિપુંગવને મારું મુખ કેવી રીતે બતાવીશ? તે પણ હજુ ય તેઓના મુખકમળને જોઈને પિતાના અપરાધે ધોઈશ. સર્વત્ર ઈચ્છારહિત વૃત્તિવાળા તેઓને મારી સાથે શું કરવાનું છે? આ પ્રમાણે ચિંતન કરતાં, મુનિદર્શન કરવામાં ઉત્સુક ચિત્તવાળે થતાં સૂર્યોદય થયો. પવિત્ર વસ્ત્રથી વિભૂષિત થઈ મુખ્ય માણસો સાથે ધન આચાર્યના ઉપાશ્રયમાં આવ્યું.
અંદર પ્રવેશ કરતાં તેણે પાપસમુદ્રના મંથનદંડ જેવા, મોક્ષના માર્ગ જેવા, ધર્મના સભામંડપ જેવા, કલ્યાણ સંપદાના હાર જેવા, મેક્ષની ઈચ્છાવાળાને કલ્પવૃક્ષ જેવા, સંઘના અલંકાર જેવા, મૂર્તિમંત આગમ જેવા, તીર્થકર જેવા ધર્મઘોષ મુનીશ્વરને જોયા. - ત્યાં કેટલાક સાધુઓ ધ્યાનાધીશ છે આત્મા જેને
એવા કેટલાક મૌનવ્રતવાળા, કેટલાક કાત્સર્ગમાં રહેલા, કેટલાક આગમ ભણવામાં તત્પર, કેટલાક વાચના આપવામાં તત્પર, કેટલાક ગુરુવંદન કરતા, કેટલાક ધર્મકથા કરતા, કેટલાક શ્રુતજ્ઞાનના ઉદેશક, કેટલાક શ્રુતની અનુજ્ઞા આપતા અને કેટલાક તને કહેતા એવા મુનિઓને તેણે જોયા.