________________
શ્રી રાજચ'ની જીવનયાત્રા
રાયચંદભાઈના ૧૮ વર્ષની ઉંમરે નીકળેલા અપૂર્વ ઉદ્ગારની આ પહેલી એ કડીએ છે.
જે વૈરાગ્ય એ કડીએમાં ઝળહળી રહ્યો છે તે મેં તેમના ખે વના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલા. તેમનાં લખાણાની એક અસાધારણતા એ છે કે પેાતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં કાંયે કૃત્રિમતા નથી. બીનની ઉપર છાપ પાડવા સારુ એક લીટી સરખી પણ લખી હાય એમ મેં નથી જોયું. તેમની પાસે હ ંમેશાં ક ંઈક ધર્મ પુસ્તક અને એક ઢારી ચાપડી પડેલાં જ હાય. એ ચાપડીમાં પેાતાના મનમાં જે વિચાર આવે તે લખી નાંખે. કાઈ વેળા ગદ્ય ને કાઈ વેળા પદ્ય. એવી રીતે જ અપૂર્વ અવસર’ પશુ લખાયેલું હેાવુ જોઇ એ.
"
ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તેા હાય જ. કાઈ વખત આ જગતના કાઈ પણ વૈભવને વિષે તેમને માહ થયા હોય એમ મેં નથી જોયું.
તેમની રહેણીકરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતા. બેાજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદા, પહેરણુ, અંગરખું, ખેસ, ગરભસૂતરા ફેટા ને ધેાતી. એ કંઈ બહુ સા કે ઇસ્તરીબંધ રહેતાં એમ મને સ્મરણુ નથી. ભાંયે બેસવું, ખુરસીએ બેસવું બન્ને સરખાં હતાં. સામાન્ય રીતે પેાતાની દુકાનમાં ગાદીએ બેસતા.
તેમની ચાલ ધીમી હતી, અને જોનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતાઃ અત્યંત તેજસ્વી; વિષ્ફળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરા ગાળાકાર, હાટ પાતળા, નાક અણીદાર પશુ નહિં – ચપટું પણ નહિ, શરીર એકવડુ, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનેા હતેા. તેમના કડમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણુસ થાકે નિહ. ચહેરા હસમુખા ને પ્રફુલ્લિત હતેા. તેની
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org