________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
[ ઈ. સ. ૧૮૯૭માં ગાંધીજી ફરી આફ્રિકા ગયા તે વખતે તેમણે બ્રહ્મચર્યવ્રત લીધું. તે બાબતના આત્મકથાના ' પ્રકરણમાંથી (ખંડ ૧, ભા. ૩, પ્ર. ૭) આ ભાગ લીધો છે.
--સંચાહક] એકપત્નીવ્રતને તો વિવાહ થતાં જ મારા હૃદયમાં સ્થાન હતું. પત્ની પ્રત્યેની વફાદારી મારા સત્યવ્રતનું અંગ હતું. પણ સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં જ પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉભ એ અત્યારે મને ચખું નથી યાદ આવતું. એટલું સ્મરણ છે કે, એમાં રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.
તેમની સાથે એક સંવાદ મને યાદ છે. એક વેળા હું મિસિસ ગ્લૅડસ્ટનની ગ્લૅડસ્ટન પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરતો હતો. આમની સભામાં પણ મિસિસ ગ્લૅડસ્ટન પોતાના પતિને ચા બનાવીને પાતાં; આ વસ્તુનું પાલન આ નિયમબદ્ધ દંપતીના જીવનને એક નિયમ થઈ પડ્યો હતો, એ મેં ક્યાંક વાંચેલું. તે મેં કવિને વાંચી સંભળાવ્યું, ને તેને અંગે મેં દંપતીપ્રેમની સ્તુતિ કરી. રાયચંદભાઈ બોલ્યા, “એમાં તમને મહત્ત્વનું શું લાગે છે? મિસિસ ગ્લૅડસ્ટનનું પત્નીપણું કે તેને સેવાભાવ? જે તે બાઈ લૅડસ્ટનનાં બહેન હેત તો ? અથવા, તેની વફાદાર નોકર હોત ને તેટલા જ પ્રેમથી ચા આપત તો ? એવી બહેનો, એવી નોકરોનાં દૃષ્ટાંતો આપણને આજે નહિ મળે? અને નારીજાતિને બદલે એ પ્રેમ નરજાતિમાં જે હેત તો તમને સાનંદાશ્ચર્ય ન થાત ? હું કહું છું તે વિચારજે.'
રાયચંદભાઈ પિતે વિવાહિત હતા. એ વેળા તો મને તેમનું વચન કઠેર લાગેલું એવું સ્મરણ છે. પણ તે વચને મને લોહચુંબકની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org