________________
૨૮: સદુપદેશ
કર્મોનું ફળ જાણું, સમ્યફ પ્રકારે અહિયાસવા [ સહેવા ] યોગ્ય છે. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જે તેનાથી પિતાનું જુદાપણું જાણું, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણું, તે પ્રત્યેથી મહમમત્વાદિ ત્યાખ્યાં હોય, તો તે મોટું શ્રેય છે. જે કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે. તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મડે ફળીભૂત થાય છે.
જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી
ગ્ય છે. એટલે કે આ દેહના કેઈ ઉપચાર કરવા પડે, તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહિ, પણ એ દેહ ફરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિથી એ વ્યાધિના ઉપચારે પ્રવર્તાવામાં બાધ નથી.
સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી, નિર્ભયપણાને, નિઃખેદપણને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કરી છે. કોઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવું યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. અજ્ઞાન દશા વર્તતી હોય ત્યારે તેવા દેહને દુઃખ થવાના પ્રસંગમાં અથવા તેવાં બીજા કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઈચ્છા કરે છે. સાચી જ્ઞાનદશા હોય તો તેને દેહને દુઃખપ્રાપ્તિનાં કારણે વિષે વિષમતા થતી નથી. (૨૬)
: ૨૩. કવિતા કવિતાર્થે આરાધવા ગ્ય નથી–સંસારાર્થે આરાધવા યોગ્ય નથી. ભગવભજનાર્થે, આત્મકલ્યાણાર્થે જે તેનું પ્રયોજન થાય, તો જીવને તે ગુણની ક્ષપશમતાનું ફળ છે. જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહિ, વિવેક આવ્યો નહિ, કે સમાધિ થઈ નહિ, તે વિદ્યાને વિષે રૂડા છ આગ્રહ કરવો એગ્ય નથી. (૨૭)
૨૪. માયા એટલે જગત–લોક–નું જેમાં વધારે વર્ણન કર્યું છે
૩૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org