________________
૩૦ : ગાંધીજી ઉપરના પગે થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણાએ જન્મ, જરા, મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારને તમે વિશેષપણે વિચારશો, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશે; કેમકે જે પ્રકારને સમજી તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મેક્ષદશા પ્રાપ્ત થાય છે.
૨. પ્રશ્ન–“ઈશ્વર શું છે? તે જગકર્તા છે એ ખરું છે ?”
ઉત્તર-(૧) અમે તમે કર્મબંધમાં વરસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ એટલે કર્મરહિતપણે—માત્ર એક આમત્વપણે– જે સ્વરૂપ છે, તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ એશ્વર્યા જેને વિષે છે, તે ઈશ્વર કહેવા યોગ્ય છે; અને તે ઈશ્વરના આત્માનું સહજસ્વરૂપ છે, જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણું જ્યારે આમા ભણી દષ્ટિ થાય છે, ત્યારે અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે, અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ, સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે; એથી ફેઈ વિશેષ સત્તાવાળા પદાર્થ ઈશ્વર છે એમ નથી; એવા નિશ્ચયમાં સારે અભિપ્રાય છે. - (૨) તે જગકર્તા નથી; અર્થાત્ પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હવા એગ્ય છે, તે કઈ પણ વસ્તુમાંથી બનવા ગ્ય નથી. કદાપિ એમ ગણુએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તે તે વાત પણ
ગ્ય લાગતી નથી. કેમકે, ઈશ્વરને જે ચેતનપણે માનીએ, તો તેથી પરસાણ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જે ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે, તો સહેજે તે અનિશ્વર્યવાન કરે છે. તેમજ તેથી જીવરૂપ “ચેતનપદાર્થ? ની ઉત્પત્તિ પણ થઈ શકે નહિ. જડ,ચેતન ઉભયરૂપ ઈશ્વર ગણુએ, તો પછી જડ, ચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org