________________
સુજ્ઞ ભાઈ શ્રી મેહનલાલ પ્રત્યે, શ્રી ડરબન.
પત્ર ૧ મળ્યું છે. જેમ જેમ ઉપાધિને ત્યાગ થાય, તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય, તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે.
જે કંઈ પણ આ સંસારના પદાર્થોને વિચાર કરવામાં આવે, તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મોહબુદ્ધિ રહે છે.
“આત્મા છે,” “આત્મા નિત્ય છે,” “આત્મા કર્મને કર્તા છે,” “આમા કર્મનો ભોક્તા છે,” “તેથી તે નિવૃત્ત થઈ શકે છે,” “અને નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે,” એ છ કારણે જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને “વિવેકજ્ઞાન” અથવા “સમ્યફદર્શનની પ્રાપ્તિ' ગણવી એમ શ્રીજિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જી વિશેષ કરી અભ્યાસ કરવા યંગ્ય છે.
પૂર્વના કઈ વિશેષ અભ્યાસબળથી એ છે કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે.
અત્યિ પદાર્થ પ્રત્યે બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ,' નિત્યત્વ,” અને “અવ્યાબાધ સમાધિસુખ” ભાનમાં આવતું નથી. તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે કે, તેને વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથી છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક
૩૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org