Book Title: Rajchandra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 377
________________ શ્રી રાજચંદ્રનાં વિચારને યોગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકે છે, તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે, ત્યાં રહેવાનો અથવા જવા આવવાનો પ્રસંગ ન થવા દે જોઈએ. નહિ તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે; તેમજ અભક્ષ પર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિનાં નહિ અનુમોદનને અર્થે અભક્ષાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. જ્ઞાનદષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી; પણ ભક્ષાભક્ષભેદનો તે ત્યાં પણ વિચાર કર્તવ્ય છે. અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવાં હોય છે કે, તેમાં પ્રત્યક્ષ દોષ હોતો નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોનો આશ્રય હોય છે. તે પણ વિચારવાનને લક્ષ રાખવો ઉચિત છે. નાતાલના લોકેના ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જે બીજે કઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને, તો માત્ર તે હેતુ ગણાય. વળી તે લોકોના ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવાફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સત્તિની કંઈક પ્રતીતિ છે, એટલે આ વિષે વધારે લખવું યોગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદિચારનું આરાધન થાય, તેમ પ્રવર્તવું યોગ્ય છે. બીજી ઊતરતી જ્ઞાતિઓ અથવા મુસલમાનાદિનાં કે તેવાં નિયંત્રણમાં અન્નાહારાદિને બદલે નહિ રાંધેલો એવો ફરહાર આદિ લેતાં તે લોકોનો ઉપકાર સાચવવાનો સંભવ રહેતો હોય, તો તેમ અનુસરે તો સારું છે. એ જ વિનંતિ. સં. ૧૯પરના આસો સુદ ૩, શુક્ર, આણંદ. ૩૬૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378