________________
શ્રી રાજચંદ્રનાં વિચારને માનવામાં અડચણ નથી; તથાપિ તેમને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટયું હતું કે કેમ? તે વાત વિચારવા યોગ્ય છે. - (૨) “તેમને માનીને મોક્ષ ખરે કે ?” એને ઉત્તર સહજ છે. જીવને સર્વ રાગ, દ્વેષ, અજ્ઞાનનો અભાવ અર્થાત તેથી છૂટવું તે મેક્ષ છે. તે જેના ઉપદેશે થઈ શકે તેને માન્યું, અને તેવું પરમાર્થ સ્વરૂપ વિચારી, સ્વાત્માને વિષે પણ તેવી જ નિષ્ઠા થઈ, તે જ મહામાના . આમાને આકારે (સ્વરૂપે) પ્રતિષ્ઠાન થાય, ત્યારે મેક્ષ કે સંભવે છે. બાકી બીજી ઉપાસના કેવળમાક્ષને હેતુ નથી. તેના સાધનને હેતુ થાય છે. તે પણ નિશ્ચય થાય જ એમ કહેવા ગ્ય નથી.
૨૬. પ્રશ્ન–“બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર તે કોણ?”
ઉત્તર–સૃષ્ટિના હેતુરૂપ ત્રણ ગુણ ગણું તે આશ્રયે રૂપ આપ્યું હોય, તો તે વાત બંધ બેસી શકે છે, તથા તેવાં બાજ કારણથી તે બ્રહ્માદિનું સ્વરૂપ સમજાય છે; પણ પુરાણમાં જે પ્રકારે તેમનું સ્વરૂપે કહ્યું છે, તે પ્રકારે સ્વરૂપ છે, એમ માનવા વિષેમાં મારે વિશેષ વલણ નથી. કેમકે તેમાં કેટલાંક ઉપદેશાર્થે રૂપક કહ્યાં હોય એમ પણ લાગે છે, તથાપિ આપણે પણ તેનો ઉપદેશ તરીકે લાભ લે, અને બ્રહ્માદિના સ્વરૂપનો સિદ્ધાંત કરવાની જંજાળમાં ન પડવું; એ મને વિશેષ ઠીક લાગે છે.
૨૭. પ્રશ્ન-“મને સર્પ કરડવા આવે ત્યારે તેને મારે કરડવા દે કે મારી નાંખવો? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.”
ઉત્તર–સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે; તથાપિ તમે જે “દેહ અનિત્ય છે' એમ જાણ્યું હોય, તો પછી અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને તેમાં પ્રીતિ રહી છે એવા સર્પને, તમારે મારવો કેમ ગ્ય હોય? જેણે આત્મહિત
૩૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org