________________
૩૦ : ગાંધીજી ઉપરના પગે
છોડી દેવાને યોગ પૂર્વ કાળે ઘણી વાર બન્યો છે; કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ છે, તે અત્યંત પુરુષાર્થ વિના અલ્પકાળમાં છોડી શકાય નહિ; માટે ફરી ફરી સત્સંગ, સશાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી, તે વિષયમાં વિશેષ શ્રમ લે એગ્ય છે, કે જેના પરિણામમાં “નિત્ય,’ ‘શાશ્વત,” “સુખસ્વરૂપ' એવું “આતમજ્ઞાન’ થઈ સ્વરૂપઆવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતા સંશય ધીરજથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કલ્પના કરવાથી માત્ર જીવને પિતાના હિતનો ત્યાગ કરવાનો વખત આવે છે; અને અનિત્ય પદાર્થને રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સંસારપરિભ્રમણનો યોગ રહ્યા કરે છે.
કંઈ પણ આત્મવિચાર કરવાની ઈચ્છા તમને વર્તે છે એમ જાણું, ઘણે સંતોષ થયો છે. તે સંતોષમાં મારે કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઈચ્છે છે તેથી સંસારકલેશથી નિવૃત્તવાન તમને પ્રસંગ પ્રાપ્ત થશે, એવા પ્રકારનો સંભવ દેખી સ્વભાવે સંતોષ થાય છે. એ જ વિનંતિ.
સંવત ૧૫૧ના ફાગણ વદ ૫, શનિ, તા. ૧૫-૩–૯૫, મુંબઈથી, આ સ્વ. પ્રણામ.
૩૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org