________________
શ્રી રાજચંદ્રનાં વિચારને ૨૨. પ્રશ્ન“આ અનીતિમાંથી સુનીતિ થશે ખરી?”
ઉત્તર-આ પ્રશ્નનો ઉત્તર સાંભળી જે જીવ અનીતિ ઇચ્છ, તેને તે (ઉત્તર) ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી. સર્વ ભાવ અનાદિ છેઃ નીતિઅનીતિ. તથાપિ તમે અમે અનીતિ ત્યાગી નીતિ સ્વીકારીએ, તો તે સ્વીકારી શકાય એવું છે, અને એ જ આત્માને કર્તવ્ય છે. સર્વ જીવ આશ્રી અનીતિ મટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી, કેમકે એકાંતે તેવી સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી.
૨૩. પ્રશ્ન–“દુનિયાનો પ્રલય છે?”
ઉત્તર--પ્રલય એટલે જે “કેવળ નાશ' એવો અર્થ કરવામાં આવે, તો તે વાત ઘટતી નથી. કેમકે સર્વ પદાર્થનો કેવળ નાશ થઈ જ સંભવતો જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થનું ઈશ્વરાદિને વિષે લીનપણું, તે કેાઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે; પણ મને તે સંભવિત લાગતું નથી. કેમકે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને ? અને જે તેવાં સમપરિણામનો પ્રસંગ આવે, તો પછી ફરી વિષમપણું થવું બને નહિ. અવ્યક્તપણે જીવમાં વિષમપણું અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ, તો પણ દેહાદિ સંબંધ વિના વિષમપણું શા આશ્રયે રહે? દેહાદિ સંબંધ માનીએ, તો સર્વને એકેદ્રિયપણું માનવાને પ્રસંગ આવે,–અને તેમ માનતાં તો વિના કારણે બીજી ગતિએનો અસ્વીકાર કર્યો ગણાય. અર્થાત્ ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યા હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે એ આદિ ઘણા વિચાર ઉભવે છે. સર્વ જીવઆશ્રયી પ્રલય સંભવતો નથી.
૨૪. પ્ર.--“અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે?”
૩૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org