________________
શ્રી રાજચંદ્રનાં વિચારને ઉત્તર–કેવળ, કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થા. બાકી ગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે, અને તેવા કેટલાક ઈસુને હોય, તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે એમ કહેવાય નહિ. તેવી સિદ્ધિઓ આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે. આત્માના ઐશ્વર્યાનું તેથી અનંતગુણ મહત્ત્વ સંભવે છે. આ વિષયમાં સમાગમે પૂછવા યંગ્ય છે.
૧૭. પ્રશ્ન-“આગળ ઉપર શે જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે? અથવા અગાઉ શું હતા તેની?”
ઉત્તર–તેમ બની શકે. નિર્મળ જ્ઞાન જેનું થયું હોય તેને તેવું બનવું સંભવે છે. વાદળાં વગેરેનાં ચિહ્નો પરથી વરસાદનું અનુમાન થાય છે, તેમ આ જીવની આ ભવની ચેષ્ટા ઉપરથી તેનાં પૂર્વ કારણે કેવાં હોવાં જોઈએ, તે પણ સમજી શકાય; થોડે અંશે વખતે સમજાય. તેમજ તે ચેષ્ટા ભવિષ્યમાં કેવું પરિણામ પામશે, તે પણ તેના સ્વરૂપ પરથી જાણી શકાય; અને તેને વિશેષ વિચારતાં કેવો ભવ થે સંભવે છે, તેમજ કેવો ભવ હતો, તે પણ વિચારમાં સારી રીતે આવી શકવા યોગ્ય છે. ૧૮. પ્રશ્ન-“પડી શકે તો કોને ?” આને ઉત્તર ઉપર આવી ગયો છે. ૧૯ પ્રશ્ન-“મોક્ષ પામેલાનાં નામ આપ આપો છો તે શા આધાર ઉપર?”
ઉત્તર–મને આ પ્રશ્ન ખાસ સંબોધીને પૂછો, તો તેના ઉત્તરમાં એમ કહી શકાય કે, અત્યંત સંસારદશા પરિક્ષણ જેની થઈ છે તેનાં
૩૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org