________________
૩૦ : ગાંધીજી ઉપરના પગે ૧૪. પ્રશ્ન-“તેઓ એમ કહે છેઃ બાઈબલ ઈશ્વરપ્રેરિત છે; ઈસુ તે ઈશ્વરનો અવતાર, તેનો દીકરે છે ને હતે. - ઉત્તર–એ વાત તો શ્રદ્ધાથી માન્યાથી માની શકાય, પણ પ્રમાણથી સિદ્ધ નથી. જેમ ગીતા અને વેદના ઈશ્વરપ્રેરિતપણું માટે મેં ઉપર લખ્યું છે, તેમજ બાઈબલ સંબંધમાં પણ ગણવું. જે જન્મમરણથી મુક્ત થયા તે ઈશ્વર અવતાર લે તે બનવા યોગ્ય નથી; કેમકે રાગદ્વેષાદિ પરિણામ જ જન્મનો હેતુ છે; તે જેને નથી એ ઈશ્વર અવતાર ધારણ કરે એ વાત વિચારતાં યથાર્થ લાગતી નથી. ઈશ્વરનો દીકરો છે, ને હતો, તે વાત પણ કાઈ રૂપક તરીકે વિચારીએ તો વખતે બંધ બેસે; નહિ તો પ્રત્યક્ષ પ્રમાણથી બાધ પામતી છે. મુક્ત એવા ઈશ્વરને દીકરો હોય તેમ શી રીતે કહેવાય? અને કહીએ તો તેની ઉત્પત્તિ શી રીતે કહી શકીએ? બન્નેને અનાદિ માનીએ તો પિતાપુત્રપણું શી રીતે બંધ બેસે ? એ વગેરે વાત વિચારવા
ગ્ય છે; જે વિચાર્યથી મને એમ લાગે છે કે, તે વાત યથાયોગ્ય નહિ લાગે.
૧૫. પ્રશ્ન-“જૂના કરારમાં જે ભવિષ્ય ભાખ્યું છે, તે બધું ઈસામાં ખરું પડ્યું છે.”
ઉત્તર–એમ હોય તો પણ તેથી તે બન્ને શાસ્ત્ર વિષે વિચાર કરવો ઘટે છે. તેમજ એવું ભવિષ્ય તે પણ ઈસુને ઈશ્વરાવતાર કહેવામાં બળવાન પ્રમાણ નથી; કેમકે જ્યોતિષાદિકથી પણ મહાત્માની ઉત્પત્તિ જણાવી સંભવે છે; અથવા ભલે કોઈ જ્ઞાનથી તેવી વાત જણાવી હોય, પણ તેવા ભવિષ્યવેત્તા સંપૂર્ણ એવા મેક્ષમાર્ગ જાણનાર હતા તે વાત જ્યાં સુધી યથાસ્થિત પ્રમાણરૂપ ન થાય, ત્યાં સુધી તે ભવિષ્ય વગેરે એક શ્રદ્ધાગ્રાહ્ય પ્રમાણ છે; તેમ બીજ પ્રમાણોથી તે હાનિ ન પામે એવું ધારણમાં નથી આવી શકતું.
૧૬. પ્રશ્નમાં “ઈસુ ખ્રિસ્તના ચમત્કાર” વિષે લખ્યું છે.
ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org