________________
શ્રી રાજચંદ્રનાં વિચારને ૧૧. પ્રશ્ન–“પશુઆદિના યજ્ઞથી જરા ય પુણ્ય છે ખરું ?”
ઉત્તર–પશુના વધથી, હોમથી, કે જરાય તેને દુઃખ આપવાથી પાપ જ છે; તે પછી યજ્ઞમાં કરો, કે ગમે તો ઈશ્વરના ધામમાં બેસીને કરો. પણ યજ્ઞમાં જે દાનાદિ ક્રિયા થાય છે, તે કંઈક પુણ્ય હેતુ છે; તથાપિ હિંસામિશ્રિત હોવાથી તે પણ અનમેદનગ્ય નથી.
૧૨. પ્રશ્ન-“જે ધર્મ ઉત્તમ છે એમ કહે, તેને પુરા માગી શકાય ખરે કે?” - ઉત્તર-પુરાવો માગવામાં ન આવે, અને ઉત્તમ છે એમ વગર પુરાવે પ્રતિપાદન કરવામાં આવે, તો તો અર્થ, અનર્થ, ધર્મ, અધર્મ સૌ ઉત્તમ જ કરે. પ્રમાણથી જ ઉત્તમ અનુત્તમ જણાય છે. જે ધર્મ સંસાર પરિક્ષણ કરવામાં સર્વથી ઉત્તમ હોય, અને નિજસ્વભાવમાં સ્થિતિ કરાવવાને બળવાન હોય, તે જ ઉત્તમ અને તે જ બળવાન છે.
૧૩. પ્રશ્ન–“ખ્રિસ્તી ધર્મ વિષે આપ કંઈ જાણો છો? જે જાણતા હો તો આપના વિચાર દર્શાવશે?”
ઉત્તર–ખ્રિસ્તી ધર્મ વિષે સાધારણપણે હું જાણું છું. ભરતખંડના મહાત્માઓએ જે ધર્મ શો છે–વિચાર્યો છે–તેવો ધર્મ બીજા કોઈ દેશથી વિચારાયો નથી, એમ તો એક અલ્પ અભ્યાસે સમજી શકાય તેવું છે. જીવનું સર્વદા પરવશપણું [ જેમાં] કહ્યું છે; અને મેક્ષમાં પણ તે દશા તેવી જ રાખી છે; જીવન અનાદિ સ્વરૂપનું વિવેચન જેમાં યથાયોગ્ય નથી; કર્મસંબંધી વ્યવસ્થા અને તેથી નિવૃત્તિ પણ યથાયોગ્ય કહી નથી, તે ધર્મ વિષે મારો અભિપ્રાય, “સર્વોત્તમ તે ધર્મ છે” એમ થવાનો સંભવ નથી. ખ્રિસ્તી ધર્મમાં મેં જે ઉપર કહ્યા તેવા પ્રકારોનું યથાયોગ્ય સમાધાન દેખાતું નથી. આ વાક્ય મતભેદવશે કહ્યું નથી. વધારે પૂછવા યોગ્ય લાગે તો પૂછશે. તો વિશેષ સમાધાન કરવાનું બની શકશે.
૩૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org