________________
૩૦ : ગાંધીજી ઉપરના પ ઉત્તર–(૧) ઘણુ કાળ પહેલાં વેદ થયા સંભવે છે.
(૨) પુસ્તક્ષણે કોઈ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે, કેમકે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા છ જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે. અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રોધાદિ ભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિ ભાવ પણ અનાદિ છે. હિંસાદિ ધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિ ધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે, એટલું વિચારવું કાર્યરૂ૫ છે. અનાદિ તો બે ય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કેઈનું બળ હોય છે.
૧૦. પ્રશ્ન—“ગીતા કોણે બનાવી? ઈશ્વરકૃત તે નથી? જે તેમ હોય તો તેને કાંઈ પુરાવો?”
ઉત્તર–(૧) ઉપર આવેલા ઉત્તરોથી કેટલુંક સમાધાન થઈ શકવા એગ્ય છે કે, ઈશ્વરકૃતનો અર્થ જ્ઞાની–સંપૂર્ણજ્ઞાની–એ કરવાથી તે ઈશ્વરકૃત થઈ શકે; પણ નિત્ય અક્રિય એવા આકાશની પડે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યું તેવાં પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહિ. કેમકે તે તો સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભ પૂર્વક હોય છે; અનાદિ નથી હોતું.
(૨) ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે, અને મહાત્મા શ્રીકૃષ્ણ અર્જુનને તે બંધ કર્યો હતો, માટે મુખ્યપણે કર્તા શ્રીકૃષ્ણ કહેવાય છે; જે વાત સંભવિત છે. ગ્રંથ શ્રેષ્ઠ છે. તે ભાવાર્થ અનાદિથી ચાલ્યો આવે છે, પણ તે જ લોકો અનાદિથી ચાલ્યા આવે એમ બનવા ગ્ય નથી; તેમ આક્રિય ઈશ્વરથી પણ તેની ઉત્પત્તિ હોય એમ બનવા એગ્ય નથી. સક્રિય એટલે કેઈ દેહધારીથી તે ક્રિયા બનવા લગ્ય છે. માટે સંપૂર્ણ જ્ઞાની તે ઈશ્વર છે, અને તેનાથી બંધાયેલાં શાસ્ત્રો તે ઈશ્વરી શાસ્ત્ર છે, એમ માનવામાં અડચણ નથી.
૩૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org