________________
૩૦ : ગાંધીજી ઉપરના પ ૫. પ્રશ્ન “એમ વાંચવામાં આવ્યું કે, માણસ દેહ છેડી કર્મ પ્રમાણે જનાવરમાં અવતરે, પથરે પણ થાય, ઝાડ પણ થાય; આ બરાબર છે?
ઉત્તર–દેહ છોડી ઉપાર્જિત પ્રમાણે જીવની ગતિ થાય છે, તેથી તે તિર્યંચ (જનાવર) પણ થાય છે, અને પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ શરીર ધારણ કરી, બાકીની બીજી ચાર ઈદ્રિય વિના કર્મ ભોગવવાનો જીવને પ્રસંગ પણું આવે છે; તથાપિ તે કેવળ પથ્થર કે પૃથ્વી થઈ જાય છે, એવું કંઈ નથી. પથ્થરરૂપ કાયા ધારણ કરે, અને તેમાં પણ અવ્યક્તપણે જીવ, જીવપણે જ હોય છે. બીજી ચાર ઇકિયેનું ત્યાં અવ્યક્ત-(અપ્રગટ)–પણું હોવાથી, “પૃથ્વીકાયરૂપ જીવ” કહેવા યોગ્ય છે. અનુક્રમે તે કર્મ ભોગવી જીવ નિવૃત્ત થાય છે, ત્યારે ફક્ત પથ્થરનું દળ પરમાણુરૂપે રહે છે, પણ જીવ તેના સંબંધથી ચાલ્યો જવાથી આહારાદિ સંજ્ઞા તેને હેતી નથી. અર્થાત્ કેવળ જડ એવો પથ્થર છવ થાય છે એવું નથી. કર્મના વિષમપણાથી ચાર ઇકિયાને પ્રસંગ અવ્યક્ત થઈ, ફક્ત એક સ્પર્શદ્રિયપણે દેહનો પ્રસંગ જીવને જે કર્મથી થાય છે, તે કર્મ ભોગવતાં તે પૃથ્યાદિમાં જન્મે છે; પણ કેવળ પૃથ્વીરૂપ, કે પથ્થરરૂપ થઈ જતો નથી; જનાવર થતાં કેવળ જનાવર પણ થઈ જતો નથી. દેહ છે તે જીવને વેશધારીપણું છે; સ્વરૂપપણું નથી. ૬ઠ્ઠી પ્રશ્નનું પણ આમાં સમાધાન આવ્યું છે.
માં પ્રશ્નનું પણ સમાધાન આવ્યું છે કે, કેવળ પથ્થર કે કેવળ પૃથ્વી કંઈ કર્મનાં કર્તા નથી; તેમાં આવીને ઊપજેલો એવો જીવ કર્મને કર્યા છે, અને તે પણ દૂધ અને પાણીની પડે છે. જેમ તે બન્નેનો સંયોગ થતાં પણ દૂધ તે દૂધ છે, અને પાણી તે પાણું છે, તેમ એકિયાદિ કર્મબંધે જીવને પથ્થરપણું-જડપણુંજણાય છે, તોપણ તે જીવ અંતર તો જીવપણે જ છે. અને ત્યાં પણ તે આહાર ભયાદિ સંતા–જે અવ્યક્ત જેવી છે તે–પૂર્વક છે.
૩૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org