________________
શ્રી રાજચંદ્રનાં વિચારને ૮. પ્રશ્ન-“આર્યધર્મ” તે શું ? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું?
ઉત્તર–(૧) આર્યધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પિતાના પક્ષને આર્યધર્મ' કહેવા ઈચ્છે છે. જૈન જૈનને, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતી વેદાંતને “આર્યધર્મ' કહે એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ચ, તેને “આર્યધર્મ' કહે છે; અને એમ જ એગ્ય છે.
(૨) બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે, તેથી સહસ્ત્રગણું આશયવાળું જ્ઞાન શ્રી તીર્થકરાદિ મહાત્માઓએ કહ્યું છે, એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઈ શકે નહિ; એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વૈષ્ણવાદિ સંપ્રદાયની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતાં અડચણ નથી. જૈન, બૌદ્ધના છેલ્લા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં વેદ હતા એમ જણાય છે; તેમ તે ઘણું પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે; તથાપિ જે કંઈ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હાય, એમ કહી શકાય નહિ; અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અસત્ય હાય એમ પણ કહી શકાય નહિ. બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે; માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ, કે કેવળ નાશ થતો નથી. વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણ નથી; ત્યાં પછી વિવાદ શાનો રહેશે તથાપિ એ સૌમાં વિશેષ બળવાન-સત્ય-અભિપ્રાય કોને કહેવા યોગ્ય છે તે વિચારવું, એ અમને તમને સૌને ગ્ય છે.
. પ્રશ્ન--“વેદ કોણે કર્યા? તે અનાદિ છે? જે અનાદિ હોય તો અનાદિ એટલે શું?”
૩પ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org