________________
શ્રી રાજચંદ્રનાં વિચારને જ્ઞાનદષ્ટિથી જોતાં તે રક્ષણકારી છે, જેમકેઃ (અહિંસાવ્રત લેનાર સાધુને પણ નદી ઊતરવા જેવી હિંસાના પ્રસંગની આજ્ઞા કરવી પડી છે; કારણ કે, નહિ તો લોકસમુદાયના વિશેષ સમાગમથી સાધુનાં પાંચે વ્રત નિર્મૂળ થવા વખત આવે; તથા, અપરિગ્રહ વ્રત હોવા છતાં પુસ્તક વસ્ત્રાદિને પરિગ્રહ અંગીકાર કરવામાં આવે છે; કારણકે, એ વસ્તુઓ પરિગ્રહની સર્વથા નિવૃત્તિનાં કારણને કઈ પ્રકારે રક્ષણરૂપ છે અને તેથી પરિણામે અપરિગ્રહરૂપ છે.) મૂછરહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કહ્યો છે. શરીરસંધયણનું આ કાળનું તીનપણું દેખી, ચિત્તસ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્રપાત્રાદિનું ગ્રહણ કહ્યું છે. મૈથુનત્યાગમાં જે અપવાદ નથી તેને હેતુ એ છે કે, રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહિ. નદીનું ઊતરવું, પુસ્તકાદિનું ગ્રહણ રાગદ્વેષ વિના પણ થઈ શકે. પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે, તે પણ લોકસમાગમ વધે, સ્ત્રી આદિ પરિચયમાં આવવાનો હેતુ થાય, એવાં અનંત કારણે દેખી નિષેધ કર્યો છે. તથાપિ કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમને સમાગમ થવો મુશ્કેલ હોય તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી, તેવા કઈ જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ–સસંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો નિષેધ થતો નથી. કારણ કે, પત્રસમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું ત્યાં જ તે ‘ના’ સમજાવી છે. જ્યાં આત્મહિત પત્રસમાચાર નહિ હોવાથી નાશ પામતું હોય, ત્યાં પત્રસમાચારનો નિષેધ હોય એમ જિનાગમથી બને કે કેમ? - તથાપિ તે લોકપચ્ચખાણ પિતાની ઈચ્છાએ તોડવાં ઘટે નહિ. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યાં રોધ થતો હોય ત્યારે તે પચ્ચખાણુ જ્ઞાની પુરુષની વાણીથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહજ આકાફેર થવા દઈ, રસ્તા પર લાવવાં. કારણ કે, વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા એગ્ય નથી. [કઈ જ્ઞાની પ્રત્યે] ક્યારેક તેવો
૩૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org