Book Title: Rajchandra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 357
________________ શ્રી રાજચંદ્રનાં વિચારને તમારું તે પત્ર મને મળ્યું, તેવામાં તેના ઉત્તર લખી શકાય એવી મારા ચિત્તની સ્થિતિ નહોતી, અને ઘણું કરી તેમ થવાનું કારણ પણ તે પ્રસંગમાં બાહ્યોપાધિ પ્રત્યેને વૈરાગ્ય વિશેષ પરિણામ પામ્યો હતે હતું; અને તેમ હોવાથી તે પત્રના ઉત્તર લખવા જેવા કાર્યમાં પણ પ્રવૃત્તિ થઈ શકે તેવું નહોતું. થોડા વખત જવા દઈ, કંઈ . તેવા વૈરાગ્યમાંથી પણ અવકાશ લઈ, તમારા પત્રનો ઉત્તર લખીશ એમ વિચાર્યું હતું; પણ પાછળથી તેમ પણ બનવું અશક્ય થયું. તમારા પત્રની પહોંચ પણ મેં લખી નહોતી. અને આવા પ્રકારે ઉત્તર લખી મોકલવા પરત્વે ઢીલ થઈ તેથી મારા મનમાં પણ ખેદ થયો હતો, અને જેમને અમુક ભાવ હજુ સુધી વર્તે છે. જે પ્રસંગમાં વિશેષ કરીને ખેદ થયો, તે પ્રસંગમાં એમ સાંભળવામાં આવ્યું કે, તમે તરતમાં આ દેશમાં આવવાની ધારણા રાખે છે; તેથી કંઈક ચિત્તમાં એમ આવ્યું હતું કે, તમને ઉત્તર લખવાની ઢીલ થઈ છે, તે પણ તમારે સમાગમ થવાથી સામી લાભકારક થશે; કેમકે લેખ દ્વારા કેટલાક ઉત્તર સમજાવવા વિકટ હતા. અને પત્ર તરતમાં તમને નહીં મળી શકવાથી તમારા ચિત્તમાં જે આતુરપણું વર્ધમાન થયેલું, તે ઉત્તર તરત સમજી શકવાને સમાગમમાં એક સારું કારણ ગણવા યોગ્ય હતું. હવે પ્રારબ્ધોદયે જ્યારે સમાગમ થાય, ત્યારે કંઈ પણ તેવી જ્ઞાનવાર્તા થવાનો પ્રસંગ થાય એવી આકાંક્ષા રાખી, સંક્ષેપમાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું. જે પ્રશ્નોના ઉત્તર વિચારવાનો નિરંતર તત્સંબંધી વિચારરૂપ અભ્યાસની આવશ્યકતા છે, તે ઉત્તર સંક્ષેપમાં લખવાનું થયું છે તેથી કેટલાક સંદેહની નિવૃત્તિ વખતે થવી કઠણ પડશે; તો પણ મારા ચિત્તમાં એમ રહે છે કે, મારા વચન પ્રત્યે કંઈ પણ વિશેષ વિશ્વાસ છે તેથી તમને ધીરજ રહી શકશે, અને પ્રશ્નોનું યથાયોગ્ય સમાધાન થવાને અનુક્રમે કારણભૂત થશે એમ મને લાગે છે. તમારા પત્રમાં ર૭ પ્રશ્નો છે; તેના સંક્ષેપે નીચે ઉત્તર લખું છું. ૩૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378