________________
શ્રી રાજચંદ્રનાં વિચારને જ્ઞાન સાથે તેને વિરોધ નથી. જો કે, તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહિ હોવાથી અવ્યાબાધગુણને પણ માત્ર સંબંધ આવરણ છે – સાક્ષાત્ આવરણ નથી. (૨૭)
૭. સિદ્ધની ભક્તિ પ્રશ્ન : “પરમાત્મસ્વરૂપ સર્વ ઠેકાણે સરખું છે, સિદ્ધ અને સંસારી જીવ સરખા છે, ત્યારે સિદ્ધની સ્તુતિ કરતાં કંઈ બાધ છે કે કેમ ?”
ઉત્તર : સિદ્ધ અને સંસારી જીવો એ સમસત્તાવાન સ્વરે છે. તથાપિ ભેદ એટલો છે કે, સિદ્ધને વિષે તે સત્તા સત્તાપણે છે. જેમ દીવાને વિષે અગ્નિ પ્રગટ છે અને ચકમકને વિષે અગ્નિ સત્તાપણે છે, તે પ્રકારે. વ્યક્તિપણે (પ્રગટતાં) અને શક્તિપણે ( સત્તામાં) ભેદ છે, પણ વસ્તુની જાતિપણે ભેદ નથી. તે પ્રકારે સિદ્ધના જીવને વિષે જે ચેતનસત્તા છે, તે જ સૌ સંસારી જીવને વિષે છે. ભેદ માત્ર પ્રગટઅપ્રગટપણાનો છે. જેને તે ચેતનસત્તા પ્રગટી નથી, એવા સંસારી જીવને તે સત્તા પ્રગટવાને હેત–પ્રગટ સત્તા જેને વિષે છે. એવા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ–તે વિચારવા છે, ધ્યાન કરવા ચોગ્ય છે, સ્તુતિ કરવા એગ્ય છે. કેમકે તેથી આત્માને નિજરૂપને વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાને પ્રકાર થાય છે, કે જે કર્તવ્ય છે. (૨૭)
૮. કેવળજ્ઞાન અને સર્વજ્ઞતા [ પ્રશ્ર : કેવળજ્ઞાન પામેલ મુક્ત સર્વજ્ઞ હોય કે નહિ?]
ઉત્તરઃ કેવળજ્ઞાનના સ્વરૂપને વિચાર દુર્ગમ્ય છે. ભૂતભવિષ્યનું કંઈ પણ જ્ઞાન કોઈને ન થાય એવી માન્યતા કરવી ઘટતી નથી. ભૂતભવિષ્યનું યથાર્થ જ્ઞાન થવા યોગ્ય છે. પણ તે કાઈક વિરલા પુરુષોને અને તે પણ વિશુદ્ધ ચારિત્રતારતમ્યુ. ભૂતભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન છે એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવે તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરુષોએ
૩૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org