________________
૨૯: પ્રશ્નો
કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યાં છે. [ તેને વિષે ] જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણુને કહ્યું છે. કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય સમજાય. જગતનું જ્ઞાન થવું તેનું નામ કેવળજ્ઞાન [એમ મુખ્યાર્થપણે ગણવા યોગ્ય નથી. જગતના જીવોને વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે. આમાં જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે, અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા એગ્ય છે. તે સંદેહ યોગ્ય નથી. જેમ બને તેમ જગતના જ્ઞાન પ્રત્યેનો વિચાર છોડી, સ્વરૂપજ્ઞાન થાય તેમ કેવળજ્ઞાનનો વિચાર થવા અર્થે પુરુષાર્થ કર્તવ્ય છે. (૨૯)
પ્રશ્ન : કેવળજ્ઞાનથી પદાર્થ કેવા દેખાય ?
ઉત્તર : જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશક્ષણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાને સહજસ્વભાવ જ જેમ પદાર્થ પ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવાને પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં કઈ પદાર્થ હોય છે, તે સહજ દેખાઈ રહે છે, તેમ જ્ઞાનના વિદ્યમાનપણથી પદાર્થનું સહજ દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહજ દેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન કહ્યું છે. જો કે પરમાર્થથી એમ કહ્યું છે કે, કેવળજ્ઞાન પણ અનુભવમાં તે માત્ર આત્માનુસ્વકર્તા છે; વ્યવહારનયથી લોકાલોકપ્રકાશક છે. [૪–૪૯૫]
પ્રશ્નઃ કેવળજ્ઞાનમાં ત્રિકાળદર્શન કેવી રીતે?
ઉત્તરઃ વર્તમાનમાં વર્તમાનપદાર્થ જેમ દેખાય છે, તેમ ગયાકાળના પદાર્થ ગયાકાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાનકાળમાં
૩૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org