________________
૨૯ : પ્રશ્નો [ કર્મ] ને બંધ વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે એમ કહ્યું નથી. કેમકે તે ઔષધ કર્મરૂપ વેદનીયને નાશ કરે તે અશુભ કર્મ નિષ્ફળ થાય. પણ ત્યાં એમ સમજવું યોગ્ય છે કે, તે અશુભ કર્મવેદનીય એવા પ્રકાર [નું] છે કે, તેને પરિણામાંતર પામવામાં ઔષધાદિ નિમિત્તકારણરૂપ થઈ શકે. મંદ કે મધ્યમ, શુભ અથવા અશુભ બંધ . . . કઈ એક સ્વજાતીય કર્મ મળવાથી ઉત્કૃષ્ટ બંધ પણ થઈ શકે છે. કેટલાએક શુભ બંધને કેઈએક અશુભ કર્મવિશેષના પરાભવથી અશુભ પરિણામીપણું થાય છે, તેમજ તેવા અશુભ બંધને કેાઈ એક શુભ કર્મને વેગથી શુભ પરિણામીપણું થાય છે.
રોગ વગેરે છે તે એસડથી ટળી શકે છે, તેથી કેાઈને એમ લાગે કે પાપવાળું ઓસડ કરવું તે અશુભ કર્મરૂપ છે, છતાં તેનાથી રોગ જે અશુભ કર્મનું ફળ તે મટી શકે છે, એટલે કે અશભથી શુભ થઈ શકે છે. આવી શંકા થાય તેવું છે, પણ એમ નથી. કોઈ એક (કર્મ) પુગલના પરિણામથી થયેલી વેદના કેટલાક સંજોગોથી ટળી શકે છે, અને કેટલાક સંજોગેથી વધારે થાય છે. તેવી વેદનામાં ફેરફાર થવામાં બાહ્ય પુગલરૂપી ઓસડ વગેરે નિમિત્ત કારણ જેવામાં આવે છે, બાકી ખરી રીતે જોતાં તે તે બંધ પૂર્વેથી જ એ બાંધેલો છે કે, તે જાતના ઓસડ વગેરેથી ટળી શકે. એસડ વગેરે મળવાનું કારણ એ છે કે, અશુભ બંધ મેળે બાં હતો, અને બંધ પણ એ હતો કે તેને તેવાં નિમિત્તે કારણે મળે તો ટળી શકે. પણ તેથી એમ કહેવું બરાબર નથી કે પાપ કરવાથી તે રોગને નાશ થઈ શક્ય; અર્થાત પાપ કરવાથી પુણ્યનું ફળ મેળવી શકાયું. પાપવાળા ઓસડની ઈચ્છા અને તે મેળવવા માટેની પ્રવૃત્તિથી અશુભકર્મ બંધાવા ગ્ય છે અને તે પાપવાળી ક્રિયા અશુભ ઉદય આવ્યે ભોગવવી પડે છે. એટલે તે પાપવાળી ક્રિયાથી કંઈ શુભ ફળ થતું નથી. અશાતા જ એવી જાતની હતી કે તે રીતે મટી શકે અને તેટલી આર્તધ્યાન આદિની પ્રવૃતિ કરાવીને બીજે
૩૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org