________________
શ્રી રાજચંદ્રનાં વિચારને જીવ ગમે તે પીડાતા હોય, તો પણ તેની આસનાવાસના કરવાનું તથા ઔષધાદિ વ્યવહાર છોડી દેવામાં આવે તો તેને આર્તધ્યાનના હેતુ થવા જેવું થાય. ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દૃષ્ટિ કરતાં ઘણું વિરોધ ઉત્પન્ન થાય. ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને રોગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે, જ્યાં સુધી આર્તધ્યાન ન ઉપજવા એગ્ય દષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું; અને તેવું વિશેષ કારણ દેખાય તો નિરવ (નિર્દોષ) ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાને અતિક્રમ નથી; અને બીજા નિથને શરીરે રોગાદિ થયું હોય, ત્યારે તેની વૈયાવચ્ચાદિ (સેવા વગેરે) કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે, ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદિ દષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેને ત્યાગ અશક્ય છે એમ સમજાશે.
તે ઔષધાદિ કંઈ પણ પાપક્રિયાથી થયાં હોય, તો પણ તેથી પિતાના ઔષધાદિપણાનો ગુણ દેખાડ્યા વિના ન રહે; અને તેમાં થયેલી પાપક્રિયા પણ પિતાના ગુણ દેખાડ્યા વિના ન રહે; અને તેથી કર્મબંધ થઈ યથાઅવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે.
ગૃહસ્થવ્યવહારમાં પણ પિતાના દેહે રાગાદિ થયે જેટલી મુખ્ય આત્મદષ્ટિ રહે તેટલી રાખવી, અને આર્તધ્યાનનું યથાદષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય અથવા આર્તધ્યાન ઊપજતું દેખાય, તે ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવ (નિષ્પા૫) ઔષધાદિની વૃત્તિ રાખવી. કવચિત પિતાને અર્થે અથવા પિતાને આશ્રિત એવા અથવા અનુકંપાયેગ્ય એવા પર જીવને અર્થે સાવદ્ય ( સદષ) ઔષધાદિનું ગ્રહણ થાય, તે તેનું સાવદ્યપણું નિર્બસ (ક્રર) પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પિષે તેવું હેવું ન જોઈએ, એ લક્ષમાં રાખવાને યોગ્ય છે. જે વેદનીય પર ઔષધ અસર કરે છે, તે ઔષધ વેદનીય
૩૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org