________________
૨૯: પ્રશ્નો કરે છે, અને બીજો પક્ષ પાંચમની તિથિને આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બંને મિથ્યાત્વી છે, જ્ઞાની પુરુષોએ તિથિઓની મર્યાદા આત્માર્થે કરી છે. જે ચોક્કસ દિવસ નિશ્ચિત ન કર્યો હોત તો આવશ્યક વિધિઓને નિયમ રહે નહીં. આત્માર્થે તિથિની મર્યાદાને લાભ લેવો. બાકી તિથિબિથિને ભેદ મૂકી દેવો. એવી કલ્પના કરવી નહીં, એવી ભંગજાળમાં પડવું નહીં. (૧૯૫૨)
કદાગ્રહ મુકાવવા અર્થે તિથિએ કરી છે, તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. હાલમાં ઘણું વર્ષો થયાં પર્યુષણમાં તિથિઓની બ્રાંતિ ચાલે છે. તિથિઓનો વાંધે કાઢી તકરાર કરે છે તે મેસે જવાને રસ્તો નથી. કવચિત પાંચમને દિવસ ન પળાય અને છઠ પાળે, અને આત્મામાં કોમળતા હોય, તો તે કુળવાન થાય. જેથી ખરેખરું પાપ લાગે છે, તે રોકવાનું પિતાના હાથમાં છે, પિતાથી બને તેવું છે તે રોકતો નથી; ને બીજી તિથિ આદિની ભલતી ફિકર કર્યો જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શને મેહ રહ્યો છે. તે મેહ અટકાવવાનો છે. મેટું પાપ અજ્ઞાનનું છે. આ (૧૯૫૨),
૧૧. અવિરતિ રૂપી પાપ એવો સિદ્ધાંત છે કે, કૃતિ વિના જીવને પાપ લાગતું નથી. તે કૃતિની જ્યાં સુધી વિરતિ કરી નથી, ત્યાં સુધી અવિરતિપણાનું પાપ લાગે છે. સમસ્ત એવા ચૌદ રાજલોકમાંથી તેને પાપડિયા ચાલી આવે છે. કેઈ જીવ કંઈ પદાર્થ છ મરણ પામે અને તે પદાર્થની યોજના એવા પ્રકારથી હોય કે તે યોજેલો પદાર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનાથી પાપક્રિયા થયા કરે, તો ત્યાં સુધી તે જીવને અવિરતિપણાની પાપક્રિયા ચાલી આવે છે. હાલના પર્યાયને સમયે તેના અજાણપણાને લાભ તેને મળી શકતો નથી. તે જીવે સમજવું જોઈતું હતું કે, આ પદાર્થથી થતો પ્રયોગ જ્યાં સુધી
૩૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org