________________
શ્રી રાજચંદ્રનાં વિચારને પ્રકાર જિને ઘણે સૂક્ષ્મપણ કહ્યો છે; તે વિચારવા ગ્ય છે; – જેમાં જીવને મોક્ષને અવકાશ કહી કમબંધ કહ્યો છે. (૨૭)
૧૪. દેહાંત સમયે મતિ એવી ગતિ? [જીવન દરમ્યાન ગમે તેવાં કર્મ–ભાવના કર્યા હોય, પણ મરણસમયે ક્ષણભર સારી ભાવના કરે, તેથી તે અનુસાર તેને ઉત્તમ ગતિ મળે ખરી ?]
વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. ઘણું કરીને (જીવન દરમ્યાન) ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. કવચિત માંડ પરિચિત થયો એવો પરમાર્થ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ – એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદષ્ટિ કે વાસ્તવ્ય ઉદાસીનતા તો કેઈક વિરલ જીવને કવચિત કવચિત હોય છે, અને બીજો ભાવ અનાદિ પરિચિત છે. દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર વિચારવાન પુરુષ છોડી દઈ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. (૧૯૫૨)
૧૫. તિથિ સંબંધી મતભેદ હિતકારી શું છે, તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અર્થે કરવી નહીં; પણ લીલોતરીને રક્ષણ અર્થે તિથિ પાળવી. લીલોતરીના રક્ષણ અર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિકહી નથી. માટે આઠમાદિ તિથિનો કદાગ્રહ મટાડવો. જે કાંઈ કહ્યું છે, તે કદાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશો તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશો તેટલું અહિતકારી છે; માટે શુદ્ધતાપૂર્વક સદ્વ્રત સેવવાં. (૧૯૫૨)
સંવત્સરીના દિવસ સંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ
૩૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org