________________
શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો
એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિને નાશ કરવો એમ તેમાં આશય રહે છે એમ સમજવું ન જોઈએ. લૌકિક દૃષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણું પ્રસંગમાં હજારે મનુષ્યો નાશ પામવાને વખત આવે છે અને તેમાં ઘણું વંશરહિત થાય છે. પણ અલૌકિક દૃષ્ટિથી નિર્વેરતા, અવિરેાધ, મનુષ્યાદિ પ્રાણુની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહજ બને છે. '
જે એમ ઠરાવવામાં ( વે) કે [પુત્રાદિ ઉત્પન્ન કર્યા બાદ] ક્રમે કરીને જ સર્વસંગપરિત્યાગ કરે, તો તે યથાસ્થિત વિચાર કહેવાય નહિ. કેમકે, પૂર્વે કલ્યાણનું આરાધન કર્યું છે એવા કૈક ઉત્તમ જી નાની વયથી જ ઉત્કૃષ્ટ ત્યાગ પામ્યા છે. તેવા પરમ ઉદાસીન પુરુષને ત્યાગનો નાશ કરાવી, કામભેગમાં દોરવા બરાબર [તે ઉપદેશ કહેવાય. [વળી] તે પણ સ્વતંત્ર વાત નથી. તથારૂપ આયુષ્ય ન હોય તો ત્યાગને અવકાશ [પણ] ન આવે. વળી જે અપુત્રપણે ત્યાગ ન કરાય, તો કૈકને વૃદ્ધાવસ્થા સુધીમાં પણ પુત્ર થતા નથી તે માટે શું સમજવું ?
વળી કોઈ ઉત્તમ સંસ્કારવાન પુરુષોના ગૃહસ્થાશ્રમના પહેલાંના ત્યાથી વંશવૃદ્ધિ અટકવાનો પ્રશ્ન લઈએ, તો તેવા ઉત્તમ પુરુષના ઉપદેશથી, અનેક જીવો જે મનુષ્યાદિ પ્રાણુનો નાશ કરતાં ડરતા નથી તેઓ ઉપદેશ પામી મનુષ્યાદિનો નાશ કરતાં કેમ ન અટકે, તથા શુભ વૃત્તિ પામવાથી ફરી મનુષ્યપણું કેમ ન પામે ? અને એ રીતે મનુષ્યનું રક્ષણ તથા વૃદ્ધિ પણ સંભવે.
જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાની પુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવાં; અથવા અલૌકિક દૃષ્ટિએ વિચારવાને ગ્ય છે. અને લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે. તેવા પ્રસંગાથી કેટલીક વાર પરમાર્થદષ્ટિ ક્ષોભ પમાડ્યા જેવું પરિણામ આવે છે. (૨૯)
૩૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org