________________
૨૯: પ્રશ્નો
૯. સંન્યાસ અને વશવૃદ્ધિ [ પ્રશ્નઃ જૈન માર્ગમાં ગૃહસંસારનો ત્યાગ કરવાનો ઉપદેશ છે. પરંતુ મનુષ્યદેહ એ મેક્ષનું સાધન છે. તો સંન્યાસનો ઉપદેશ આપવાથી મેક્ષના સાધનરૂપ મનુષ્યદેહની વૃદ્ધિ જ થતી અટકે તેનું શું?
ઉત્તરઃ જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહામ્ય કહ્યું છે તે સત્ય છે. પણ જે તેથી માક્ષસાધન કર્યું તો જ તેનું એ માહામ્ય છે. નહિ તો પશુના દેહ જેટલીયે વાસ્તવિક દષ્ટિથી તેની કિંમત દેખાતી નથી.
મનુષ્યદેહ તો બાહ્ય દૃષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે. અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે. અને તેવાં કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું મોક્ષસાધનપણું ઠરતું હતું. તે કારણે પ્રાપ્ત થયે તે દેહથી ભેગાદિમાં પડવાનું કહેવું એ મનુષ્યદેહને મોક્ષસાધનરૂપ કરવા બરાબર કહેવાય કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય? વળી જિનક્તિમાર્ગનો એવો એકાંત સિદ્ધાંત નથી કે, ગમે તે વયમાં ગમે તે માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ સદ્ગુરુનો યોગ થયે, તે આશ્રયે, કોઈ પૂર્વના સંસ્કારવાળે એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે, તો તેણે એગ્ય કર્યું છે. અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું અને પિતાથી સંતતિ થશે તે મનુષ્યદેહ પામશે તે માક્ષસાધનરૂપ થશે એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું, તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત કરવા જેવું થાય–ખરેખર મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું થાય.]
મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દષ્ટિને છે. પણ તે દેહ પામીને અવશ્ય મેક્ષસાધન કરવું એ વિચાર અલૌકિક દૃષ્ટિનો છે. અલૌકિક દૃષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી
૩૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org